AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: વિસ્ફોટમાં પોતાનો એક પગ ગુમાવ્યો, હવે CWG માં દેશ માટે ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ભારતીય સેનાના જવાન અને પેરા-એથ્લીટ સોમન રાણાએ ગ્લાસગો CWG 2026માં પુરુષોની પેરા-શોટ પુટ F57 ઇવેન્ટમાં 13.40 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. 2005માં જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં પોતાનો એક પગ ગુમાવ્યા છતાં, તેમણે હાર ન માની અને પોતાના બુલંદ હોસલાના જોરે આજે ઇતિહાસ રચી દીદો.

| Updated on: Aug 01, 2026 | 6:01 PM
Share
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પેરા-એથ્લીટ્સનું શાનદાર પ્રદર્શન સતત જારી રહ્યું છે. પુરુષોની પેરા-શોટ પુટ F57 ઇવેન્ટમાં ભારતે દબદબો બનાવી રાખતા ડબલ પોડિયમ ફિનિશ હાસલ કર્યું હતું. આ રોમાંચક સ્પર્ધામાં સોમન રાણાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો, તો બીજા ભારતીય ખેલાડી શુભમ જુયાલે સિલ્વર મેડલ જીતીને દેશની ખુશી બમણી કરી દીધી હતી.

1 / 5
શનિવારે રમાયેલી આ ઇવેન્ટમાં વાસ્તવિક સ્પર્ધા બે ભારતીય ખેલાડીઓ વચ્ચે જ જોવા મળી હતી. એક તબક્કે શુભમ જુયાલ 13.08 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાને ચાલી રહ્યા હતા. પરંતુ, અનુભવી પેરા-એથ્લીટ સોમન રાણાએ પોતાના કૌશલ્યનો અદ્ભુત પરિચય આપતા 13.40 મીટરનો શાનદાર થ્રો ફેંક્યો હતો. આ થ્રો સાથે તેમણે ગોલ્ડ મેડલ કબ્જે કરીને આ ઇવેન્ટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો.

2 / 5
બિહારના વતની સોમન રાણા ભારતીય સેનામાં હવાલદાર તરીકે ફરજ બજાવે છે. શરૂઆતમાં તેઓ આર્મી તરફથી બોક્સિંગ રમતા હતા. પરંતુ વર્ષ 2005માં જમ્મુ અને કાશ્મીરમાં પેટ્રોલિંગ દરમિયાન એક લેન્ડમાઇન વિસ્ફોટની દુર્ઘટનામાં તેમણે પોતાનો એક પગ ગુમાવવો પડ્યો હતો. આ અકસ્માતે તેમનું જીવન બદલી નાખ્યું, પરંતુ તેમણે રમત પ્રત્યેનો પ્રેમ છોડ્યો નહીં અને બોક્સિંગ બાદ પેરા-શોટ પુટમાં પોતાની નવી સફર શરૂ કરી.

3 / 5
એક પગ ગુમાવ્યા પછી પણ સોમન રાણાએ પોતાના મનોબળને તૂટવા ન દીધું. તેમણે છેલ્લા દોઢ દાયકાથી પેરા-એથ્લેટિક્સમાં સખત મહેનત કરી છે. CWGમાં ગોલ્ડ મેડલ જીતતા પહેલાં પણ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું હતું. સોમને 2022ની પેરા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2025ની પેરા-વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી હતી.

4 / 5
સોમન રાણાની આ સફળતા માત્ર એક મેડલ જીતવા પૂરતી સીમિત નથી, પરંતુ તે અદમ્ય સાહસ અને સમર્પણનું પ્રતીક છે. વિપરીત પરિસ્થિતિઓ સામે લડીને તેમણે સાબિત કરી દીધું કે મજબૂત ઈરાદાઓ આગળ કોઈ પણ મુશ્કેલી ટકી શકતી નથી. તેમની આ ઐતિહાસિક સિદ્ધિ આજે દેશના કરોડો યુવાનો અને રમતવીરો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. (PC:X/SONY SPORTS NETWORK)

5 / 5

Jos Buttler: T20 ક્રિકેટનો ‘કિંગ’ બદલાવાનો છે! મહારેકોર્ડ તોડવાથી માત્ર 24 રન દૂર આ દિગ્ગજ

Follow Us
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં રસ વધશે

ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...

એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'

અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી

કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...

નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'

વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ

પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video

ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!

g clip-path="url(#clip0_868_265)">