AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોરબીમાં ભારે વરસાદનો કહેર ! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ, જુઓ-Video

Breaking News : મોરબીમાં ભારે વરસાદનો કહેર ! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ, જુઓ-Video

| Updated on: Aug 02, 2026 | 12:35 PM
Share

મળતી માહિતી મુજબ હળવદના માલણીયાદ ગામમાં પાંચ લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ફસાયેલા લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની સુરક્ષાની ખાતરી આપી હતી

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે હળવદ તાલુકાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા હતા, જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માલણીયાદ ગામમાં 5 લોકો પૂરના પાણીમાં ફસાયા

મળતી માહિતી મુજબ હળવદના માલણીયાદ ગામમાં પાંચ લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ફસાયેલા લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની સુરક્ષાની ખાતરી આપી હતી. સાથે જ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક રેસ્ક્યૂ માટે મોકલવામાં આવી હતી.

NDRF-SDRFએ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

NDRF અને SDRFની ટીમોએ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ તમામ ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ ગામમાંથી કુલ 24 લોકોનું રેસ્ક્યૂ

તંત્રના જણાવ્યા મુજબ હળવદના માલણીયાદ, સુખપર અને ઇંગોરાળા ગામોમાંથી કુલ 24 લોકોને બચાવવામાં આવ્યા હતા. જેમાં માલણીયાદમાંથી 5, સુખપરમાંથી 15 અને ઇંગોરાળામાંથી 7 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને નદી, ગરનાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે.

ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર, આજે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">