ગાડીઓનો શોખીન છે સિંગર, એક ગીતે બનાવી દીધો રાતોરાત સ્ટાર, આવો છે પરિવાર
ગુરુ રંધાવાનો જન્મ 30 ઓગસ્ટ 1991ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં થયો હતો. ગુરુ રંધાવા માત્ર બોલિવૂડ સિંગર જ નથી પરંતુ તેમણે ઘણા ગીતો પણ લખ્યા છે. ચાલો આજે ગુરુ રંધાવાના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક ખાસ અને રસપ્રદ વાતો જાણીએ.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના આવા સિંગર જેમના ગીતો વિના દરેક પાર્ટી અને ફંક્શન અધૂરું છે, જેઓ ફક્ત પોતાના અવાજથી જ નહીં પરંતુ પોતાના સુંદર દેખાવથી પણ લોકોના દિલ પર રાજ કરે છે.

પોતાના શાનદાર પાર્ટી ગીતો અને સારા દેખાવ માટે ફેમસ સિંગર ગુરુ રંધાવા 30 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવે છે. પંજાબી તેમજ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર ગુરુ રંધાવાનું દરેક ગીત હિટ હોય છે.

ગુરુ રંધાવાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

ભલે ગુરુ રંધાવાને પોતાની કારકિર્દીની શરૂઆતમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેમણે હાર ન માની અને આગળ વધતા રહ્યા. અત્યાર સુધી તેમણે ઘણા હિટ ગીતો આપ્યા છે. ચાલો જાણીએ તેમના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક ખાસ અને રસપ્રદ વાતો.

30 ઓગસ્ટ 1991ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં જન્મેલા ગુરુ રંધાવાનું આખું નામ ગુરુશરણજોત સિંહ રંધાવા છે. તેમણે દિલ્હીથી એમબીએ કર્યું છે. ગુરુ રંધાવાએ સ્ટેજ શો અને પાર્ટીઓમાં ગાવાનું શરૂ કર્યું હતું.

સિંગરને 2012માં તેમના કારકિર્દીનો પાયો નાંખ્યો હતો જ્યારે તેમનું પહેલું ગીત 'સેમ ગર્લ' લોન્ચ થયું હતું, પરંતુ એ અલગ વાત છે કે, તેમનું આ ગીત હિટ નહોતું, જોકે, પહેલી નિષ્ફળતા છતાં, ગુરુ રંધાવાએ હિંમત હારી ન હતી.

આ ગીતના એક વર્ષ પછી, તેમણે 2013માં તેમનું બીજું ગીત લોન્ચ કર્યું. અને પછી તેમણે 'પેગ વન' નામનું પોતાનું આલ્બમ લોન્ચ કરવાનું નક્કી કર્યું. આટલી મહેનત પછી પણ, ગાયકનું આ આલ્બમ હિટ ન થઈ શક્યું. પરંતુ તેમણે હિંમત હારી નહીં.

ત્યારબાદ ગુરુ રંધાવાએ બોલિવૂડ રેપર બોહેમિયા સાથે ઇરફાન ખાનની 2015ની ફિલ્મ 'પટોલા' બનાવ્યું. આ ગીતે ગુરુનું નસીબ બદલી નાખ્યું અને તે રાતોરાત ફેમસ થયો હતો. તેમની ફેન ફોલોઈંગ પણ રાતોરાત વધી ગઈ અને સિંગરને ખુબ પ્રશંસા મળી હતી.

આ ગીત માટે તેમને શ્રેષ્ઠ પંજાબી ગીતનો ખિતાબ પણ મળ્યો હતો. રેપર બોહેમિયા દ્વારા તેમનું નામ "ગુરુ" રાખવામાં આવ્યું હતું, ગુરુ રંધાવાનું પૂરું નામ ગુરશરનજોત સિંહ રંધાવા છે.

સિંગરનું દિલ્હીમાં એક આલીશાન ઘર છે, જે તેણે વર્ષ 2019માં ખરીદ્યું હતું. ગુરુ રંધાવા પાસે ડોજ ચેલેન્જર SRTR છે, જેની કિંમત 45 થી 50 લાખ રૂપિયા છે. આ ઉપરાંત, રેન્જ રોવર ઇવોક નામની SUV છે જેની શરૂઆતની કિંમત 69.99 લાખ રૂપિયા છે. 1 કરોડ રુપિયા સુધીની ગાડી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુ રંધાવાની કુલ નેટવર્થ 41 કરોડ રૂપિયા છે.

ગુરુ એક ગીત માટે 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે સ્ટેજ શો માટે 10 લાખ રૂપિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 5 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
