Breaking News : દિલજીતના કોન્સર્ટમાં નશાવાળાં ગીતો ગાશે તો કોર્ટમાં જઈશ! વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં જ ગીતોના શબ્દો અને નશાના પ્રચારને લઈને વિવાદ ઊભો થયો છે. દિલજીતના કોન્સર્ટમાં નશાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગાવામાં આવે તેવી માંગ કરનાર પ્રોફેસર પંડિતરાવ અમદાવાદ પહોંચ્યા છે. તેમણે આ મુદ્દે અમદાવાદ પોલીસને પણ રજૂઆત કરી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. જોકે, કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં જ ગીતોના શબ્દો અને નશાના પ્રચારને લઈને વિવાદ ઊભો થયો છે. દિલજીતના કોન્સર્ટમાં નશાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગાવામાં આવે તેવી માંગ કરનાર પ્રોફેસર પંડિતરાવ ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે જોકે આજે તેણો અમદાવાદ પહોંચ્યા છે. તેમણે આ મુદ્દે અમદાવાદ પોલીસને પણ રજૂઆત કરી છે.
પ્રોફેસરે દિલજીતનાં ગીતોના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર TV9 સાથેની ખાસ વાતચીતમાં પ્રોફેસર પંડિતરાવે દિલજીતનાં ગીતોના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, દિલજીતનાં કેટલાંક ગીતોમાં શરાબ અને બંદૂકનો ઉલ્લેખ કરવામાં આવે છે. આવા ગીતો દ્વારા નશા અને ગન કલ્ચરને પ્રોત્સાહન મળતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
Professor Demands Ban on Alcohol and Gun Songs at Diljit’s Show | TV9Gujarati #DiljitDosanjh #DiljitConcert #AhmedabadConcert #NarendraModiStadium #ConcertControversy #DiljitSongs #PunjabiMusic #GujaratNews #TV9Gujarati https://t.co/gFAJlZFnVE
— Tv9 Gujarati (@tv9gujarati) November 21, 2026
નશા અને હથિયારોને પ્રોત્સાહન આપતાં ગીતો ગાવા પર રોકની માંગ
પંડિતરાવે અમદાવાદ પોલીસને અપીલ કરી છે કે કોન્સર્ટ દરમિયાન નશા અને હથિયારોને પ્રોત્સાહન આપતાં ગીતો ગાવા પર રોક લગાવવામાં આવે. તેમણે કહ્યું કે એક તરફ દેશમાં નશામુક્ત ભારતની વાત કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ નશાને પ્રોત્સાહન આપતાં ગીતો ગાવા યોગ્ય નથી.
આ ઉપરાંત, પ્રોફેસર પંડિતરાવે ચીમકી આપી છે કે જો દિલજીતના કોન્સર્ટમાં આવા ગીતો ગાવામાં આવશે તો તેઓ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવશે. તેમણે દિલજીતની ભારતીય નાગરિકતા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.
કોન્સર્ટના આયોજનને લઈને કેટલીક અન્ય માંગણીઓ કરી
પંડિતરાવે કોન્સર્ટના આયોજનને લઈને કેટલીક અન્ય માંગણીઓ પણ કરી છે. તેમણે સ્ટેજ પર બુલેટ બેલ્ટ ન પહેરવાની અને બાળકોને સ્ટેજ પર ન બોલાવવાની અપીલ કરી છે. તેમના મતે, બાળકો પર આવા ગીતો અને પ્રસ્તુતિની અસર પડી શકે છે.
આમ, અમદાવાદમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ પહેલાં જ ગીતોના શબ્દો, નશાના પ્રચાર અને સ્ટેજ પરની રજૂઆતને લઈને વિવાદ શરૂ થયો છે. હવે કોન્સર્ટમાં આ માંગણીઓ અંગે શું પગલાં લેવામાં આવે છે અને કાર્યક્રમ દરમિયાન કયા ગીતોની રજૂઆત થાય છે તેના પર સૌની નજર રહેશે.
