AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિગારેટ ન પિતા હોવા છતા પણ તમને ફેફસાના કેન્સરનો ખતરો, નિષ્ણાંતો પાસેથી જાણો શું છે કારણ

ભારતમાં ફેફસાના કેન્સરના કેસ વધી રહ્યા છે. માત્ર ધૂમ્રપાન કરનારાઓ જ નહીં પરંતુ જે લોકો સિગારેટ નથી પિતા તેમને પણ ફેફસાનું કેન્સર થઈ રહ્યું છે. નિષ્ણાત તેના કારણો સમજાવ્યા છે, જે જાણવા મહત્વપૂર્ણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2026 | 1:44 PM
Share
લંગ કેન્સરનું નામ આવે એટલે મોટાભાગના લોકો ધૂમ્રપાનને જવાબદાર માને છે. પરંતુ હવે પ્રદૂષિત હવા પણ ફેફસાંના કેન્સરનું મોટું જોખમ બની રહી છે. લાંબા સમય સુધી ઝેરી હવામાં શ્વાસ લેવાથી ધૂમ્રપાન ન કરતા લોકોના ફેફસાંને પણ ગંભીર નુકસાન થઈ શકે છે.(Image Source | AI Generated)

1 / 7
મોટાભાગે વિશ્વની વસ્તી એવી જગ્યાએ રહે છે જ્યાં હવાની ગુણવત્તા નિર્ધારિત ગાઈડલાઈન કરતાં પણ ખરાબ છે. ખાસ કરીને શહેરોમાં રહેતા લોકો સવારે ઘરેથી નીકળે ત્યારથી સાંજ સુધી ટ્રાફિક, રસ્તાની ધૂળ, ઔદ્યોગિક ઉત્સર્જન અને અન્ય પ્રદૂષકોના સંપર્કમાં રહે છે. (Image Source | AI Generated)

2 / 7
વાહનોનો ધુમાડો, ફેક્ટરીઓમાંથી નીકળતું ઉત્સર્જન, બાંધકામની ધૂળ, કોલસા અને અન્ય ફોસિલ ફ્યુઅલનું બળતણ આ કણોના સ્ત્રોત બની શકે છે. આ સૂક્ષ્મ કણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશીને ફેફસાંના ઊંડા ભાગ સુધી પહોંચી શકે છે.  (Image Source | AI Generated)

3 / 7
હવા પ્રદૂષણને માત્ર પર્યાવરણની સમસ્યા માનવી પૂરતું નથી, કારણ કે તેની અસર માનવ સ્વાસ્થ્ય પર પણ ગંભીર રીતે પડે છે. આ વર્ગીકરણ લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કથી કેન્સર થવાના વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે. તેથી પ્રદૂષિત હવામાં સતત શ્વાસ લેવું શરીર માટે લાંબા ગાળાનું જોખમ બની શકે છે.(Image Source | AI Generated)

4 / 7
નિષ્ણાતોના મતે, પ્રદૂષણનો ફેફસાં પર થતો પ્રભાવ એક દિવસમાં જોવા મળતો નથી. વારંવાર ઝેરી કણો અને કેમિકલ્સના સંપર્કમાં આવવાથી ફેફસાંના ટિશ્યૂમાં સોજો આવે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધી શકે છે. આ પ્રક્રિયા ધીમે ધીમે ફેફસાંના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડી શકે છે. (Image Source | AI Generated)

5 / 7
પ્રદૂષણના કારણે શરીરમાં ઉત્પન્ન થતા અસામાન્ય અને અસ્થિર મોલેક્યુલ્સ સ્વસ્થ કોષો પર હુમલો કરી શકે છે.  સમય જતાં કોષોની વૃદ્ધિ અનિયંત્રિત બનવાની શક્યતા રહે છે, જે કેન્સરની શરૂઆત સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. (Image Source | AI Generated)

6 / 7
ઘણા લોકો માને છે કે સિગારેટ ન પીવાથી તેમને લંગ કેન્સર થતુ નથી , પરંતુ આ માન્યતા સાચી નથી. ટ્રાફિકના ધુમાડા, ઔદ્યોગિક પ્રદૂષણ, સેકન્ડ-હેન્ડ સ્મોક અને રસોઈ દરમિયાન નીકળતા ધુમાડાના લાંબા સંપર્કથી નોન-સ્મોકર્સના ફેફસાંને પણ નુકસાન થઈ શકે છે. તેથી ધૂમ્રપાન ન કરતા લોકોએ પ્રદૂષણથી બચવું જરૂરી છે.

7 / 7

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો! એક જ મહિનામાં ₹20,510 સસ્તું થયું સોનું, 10 દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા રેટ

Follow Us
અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ભયાનક અકસ્માતમાં 4નાં મોત, 3 ગંભીર! Video

MLA અરવિંદ લાડાણી પર યુવકને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીનો આરોપ

સુરતની હોજીવાલા મિલમાં ફરી આગ ભભૂકી, 12 કલાક બાદ ફરી ધુમાડા ! Video

મહિલા ધારાસભ્ય દારુ પાર્ટીમાં મળી જોવા, જુઓ Video

15 કલાક વહેલા ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ

ઊંઝા APMCના ચેરમેન બન્યા ઠગાઈનો ભોગ ! દાનના નામે ₹5 લાખનો ચૂનો લગાવ્યો

આગામી 3 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી

ગુજરાત પોલીસ વર્ગ-3માં ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસ વર્ગ-3માં ભરતીની જાહેરાત
રાજકોટ: ખાખી વર્દી લાજી! SRP કેમ્પના ASI એ બે બાળકીઓ સાથે કર્યા અડપલાં

સાવલીમાં કેનાલોમાં ભંગાણનો સિલસિલો, ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યાં પાણી

g clip-path="url(#clip0_868_265)">