અમદાવાદીઓ શ્વાનથી સાવધાન ! વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન કરડવાના 58 હજારથી વધુ કેસ નોંધાયા
Dog bite Case : વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના કેટલા કેસ નોંધાયા તેનો એક ચોંકાવનારો આંકડો હાલમાં સામે આવ્યો છે. આ આંકડો જાણી તમે પણ કહેશો, અમદાવાદીઓ શ્વાનથી સાવધાન !

અમદાવાદ મહાનગર પાલિકાના આંકડા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના કેસમાં 2022નું વર્ષ બીજા નંબર પર રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2022ના ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં શ્વાન દ્વારા કરડવાના કુલ 5,880 કેસ નોંધ્યા છે.

વર્ષ 2021માં નોંધાયેલા કેસ કરતા વર્ષ 2022માં આ કેસમાં 7,457 આંકડાનો વધારો થયો છે. વર્ષ 2021માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના 50,668 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં વર્ષ 2019માં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના 65,881 કેસ નોંધાયા હતા. વર્ષ 2018માં 60,241 અને વર્ષ 2022માં 51,244 કેસ નોંધાયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના કેસની વાત કરીઓ તો અમદાવાદમાં વર્ષ 2022માં આ સંબંધિત 1,388 કેસ નોંધાયા છે.