Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ વિમાન લેન્ડીંગ કરવા માટે મહત્વનુ, 150 થી વધારે પ્રકારના પ્લેન ભરી ચૂક્યા છે ઉંચી ઉડાન

અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદનુ એરપોર્ટ હવે દેશ અને દુનિયામાં આગવી ઓળખ સ્થાપિત કરી ચૂક્યુ છે.

Darshal Raval
| Edited By: | Updated on: Jul 07, 2023 | 4:42 PM
અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદનુ એરપોર્ટ હવે દેશ અને દુનિયામાં આગવી ઓળખ સ્થાપિત કરી ચૂક્યુ છે. એરપોર્ટ પર સુવિધાઓમાં પણ વધારો થઈ રહ્યો છે અને સાથે જ વિમાનની અવરજવરમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર એવા કેટલાક વિમાનના ઉતરાણ કરવામાં આવ્યા છે, જે દેશમાં પ્રથમ વાર લેન્ડીંગ થયા હોય.

1 / 6
અમદાવાદમાં પાછળના એક વર્ષ દરમિયાન માઈક્રોલાઈટ થી લઈને વિશાળકાય એરક્રાફ્ટ લેન્ડીંગ થયા છે. અહીં લગભગ 150 થી વધારે પ્રકારના વિમાનોએ ઉતરાણ ગત એક વર્ષમાં કર્યુ છે. જેમાં એરબસ 350 અને બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની ફ્રીક્વન્સીઝ વધી રહી છે.

2 / 6
અમદાવાદમાં ઉતરાણ કરેલા વિમાનોમાં મોટા કાર્ગો એન્ટોનોવ-124 અને આઇકોનિક એરબસ બેલુગાનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના વિમાનો પેસેન્જર્સ માટે, કાર્ગો પરિવહન માટે કે રિફ્યુઅલિંગ માટે અમદાવાદ એરપોર્ટ પર રોકાણ કરતા હોય છે. વિશ્વપ્રવાસે નીકળેલા માર્ક રધરફોર્ડે શાર્ક એરોએ UL સાથે વિક્રમી યાત્રા માટે ઉડાન અમદાવાદમાં ભરીએ એક યાદગાર પળો પૈકીની એક હતી.

3 / 6
લાંબા અંતરના પ્રવાસ દરમિયાન વિમાન માટે રોકાણ કરવા પસંદગીના અને મહત્વના એરપોર્ટ તરીકે અમદાવાદનુ નામ ઉભર્યુ છે. એરબસ બેલુગા અહીં રિફ્યુલિંગ માટે રોકાણ કરે છે એ વાત પણ તેનો પુરાવો છે. અમદાવાદ એરપોર્ટના રનવે, ટેક્સી-વે અને એપ્રોન્સનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે.

4 / 6
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ યુનાઈટેડ આરબ અમીરાત-અલ ફુરસન (એર માચી MB-339NAT), દક્ષિણ કોરિયા – બ્લેક ઈગલ્સ (KAI T-50B ગોલ્ડન ઈગલ), આપણા દેશનું ગૌરવ સૂર્ય કિરણ (BAE હોક Mk.132) અને સારંગ (HAL Dhruv) માટે પણ સ્ટોપ ઓવર પસંદગી બની ગયું છે. જેના કારણે ઉડ્ડયન ક્ષેત્રમાં અમદાવાદને મહત્વનુ સ્થાન મળ્યું છે.

5 / 6
અમદાવાદ એરપોર્ટે IL 76, IL 78, C 17 ગ્લોબમાસ્ટર, C 130, DO 228, EMB અને જ્યારે જરૂર પડે ત્યારે સંરક્ષણ એરક્રાફ્ટ મૂવમેન્ટ સહિત વિવિધ વાઈડ-બોડી એરક્રાફ્ટને સફળતાપૂર્વક હેન્ડલ કર્યા છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોના વિકાસ અને પ્રગતિને વેગ આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોને એરપોર્ટ ખુબ જ રોમાંચક અનુભવ આપી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરક્રાફ્ટની વિશાળ શ્રેણીની ટ્રાફિક ક્ષમતાનો વિસ્તાર કરી રહ્યું છે.

6 / 6
Follow Us:
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો

કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો

પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત

ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે

થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ

આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

g clip-path="url(#clip0_868_265)">