તમારૂ SBI માં એકાઉન્ટ છે તો તમારા માટે ઉપયોગી સમાચાર, PAN કાર્ડ લિંક નહીં કરો તો બેંક ખાતું બંધ થઈ જશે?
આ બાબતે માહિતી આપતાં PIB ફેક્ટ ચેકે ખૂબ જ ગંભીર ઘટસ્ફોટ કર્યા છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને જાણકારી આપી છે કે છેલ્લા કેટલાક દિવસોથી છેતરપિંડી કરનારા લોકોને સ્ટેટ બેંકના નામે મેસેજ મોકલી રહ્યા છે.

તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. થોડા દિવસોથી જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે તમારા એકાઉન્ટને પાન કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે.

જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો આ મેસેજ પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા જાણી લો. આ બાબતે માહિતી આપતાં PIB ફેક્ટ ચેકે ખૂબ જ ગંભીર ઘટસ્ફોટ કર્યા છે. આ બાબતે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને જાણકારી આપી છે કે છેલ્લા કેટલાક દિવસોથી છેતરપિંડી કરનારા લોકોને સ્ટેટ બેંકના નામે મેસેજ મોકલી રહ્યા છે.

આ મેસેજમાં કહેવામાં આવે છે કે તમારા બેંક એકાઉન્ટમાં પાન કાર્ડ નંબર અપડેટ નહીં કરો તો તમારું બેંક ખાતુ બ્લોક થઈ જશે. આ ઉપરાંત લોકોને કોલ કે મેસેજમાં લિંક દ્વારા પાન કાર્ડની માહિતી અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમને આવો કોઈ મેસેજ મળે તો તેના પર વિશ્વાસ ન કરો કારણ કે આ ફેક મેસેજ છે.

સ્ટેટ બેંક દ્વારા અવાર-નવાર ખાતાધારકોને મેસેજ દ્વારા સાવચેત કરવામાં આવી રહ્યા છે. બેંક કોઈ પણ કસ્ટમરને ફોન દ્વારા મેસેજ કરીને તેમના એકાઉન્ટ સંબંધિત માહિતી અપડેટ કરવાની સલાહ આપતી નથી. બેંક દ્વારા પાન કાર્ડની વિગતો અપડેટ કરવા માટે કોઈ પ્રકારની લિંક મોકલવામાં આવતી નથી.

SBI દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારે જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો શિકાર બને છે, તો તે બાબતે સાયબર ક્રાઈમમાં 1930 નંબર પર ફરિયાદ કરવી જોઈએ. આ ઉપરાંત તમે બેંકના ઈમેલ report.phishing@sbi.co.in પર પણ ફરિયાદ નોંધાવી શકે છે.
