Digital Banking: કાર્ડ વિના, PIN વિના…. બસ આટલા સ્ટેપ ફોલો કરો અને સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તરત ‘કેશ’ ઉપાડો
મોટાભાગના લોકો 'UPI કાર્ડલેસ કેશ વિડ્રોઅલ' સુવિધા વિશે જાણતા નથી. જો ના ખબર હોય તો જણાવી દઈએ કે, આનાથી તમે ડેબિટ કાર્ડ વિના જ 'ATM મશીન'માંથી રોકડ રૂપિયા ઉપાડી શકો છો.

હવે ATM માંથી રોકડ ઉપાડવા માટે કાર્ડની જરૂર પડશે નહીં. તમે તમારા સ્માર્ટફોન અને UPI એપનો ઉપયોગ કરીને સરળતાથી રોકડ ઉપાડી શકો છો. ટૂંકમાં કહીએ તો, આ 'ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ' (ICCW) ટેકનોલોજી દરેક વર્ગના લોકો માટે સુરક્ષિત અને અનુકૂળ છે.

પહેલા લોકો ATM માં ડેબિટ કાર્ડ લઈને જતા હતા અને ત્યાં પિન ભૂલી જવાનો કે કાર્ડ સ્કિમિંગનો ડર રહેતો હતો. જો કે, હવે ICCW ટેકનોલોજી સાથે લોકો Google Pay, PhonePe, Paytm અને BHIM જેવી UPI એપ્સનો ઉપયોગ કરીને રોકડા ઉપાડી શકે છે. આ પ્રોસેસમાં ફક્ત તમારે 'ATM QR કોડ સ્કેન' કરવાનો રહેશે અને 'UPI PIN' વડે ચકાસણી કરવાની રહેશે. આમાં કોઈ જ કાર્ડની જરૂર નથી.

આ નવી સિસ્ટમમાં પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તો, કોઈપણ 'ICCW સપોર્ટેડ' ATM ની મુલાકાત લો. ત્યારબાદ ‘UPI Cash Withdrawal’ પસંદ કરો અને કેટલી રકમ (₹100 થી ₹10,000 સુધી) જોવે છે, તે દાખલ કરો. હવે આગળ QR કોડ સ્કેન કરો અને PIN વડે કન્ફર્મેશન કરો.

આટલું કર્યા બાદ થોડી મિનિટોમાં જ તમને રોકડ મળી જશે. જણાવી દઈએ કે, QR કોડ ફક્ત 30 સેકન્ડ માટે માન્ય હોય છે, એટલે કે છેતરપિંડીનું જોખમ ઘટી જાય છે. જો તમે બેંકની દૈનિક મર્યાદા (Daily Limit) કરતાં વધુ રકમ ઉપાડવાનો પ્રયાસ કરો છો, તો ATM અથવા App તમને તરત જ જાણ કરશે.

આ સુવિધાથી વૃદ્ધો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે બેંકિંગ સરળ બન્યું છે. ખોવાયેલા કાર્ડ, ભૂલી ગયેલ પિન કે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટથી રાહત મળશે. આ સુવિધા યુવા ટેક-સેવી (Young Tech-Savvy) માટે ખૂબ જ અનુકૂળ છે. મોટાભાગની બેંક ભવિષ્યમાં ICCW માં વધુ ATM અને એપ્સને એકીકૃત કરવાની યોજના ધરાવે છે.
આ પણ વાંચો: ITR ફાઈલ કર્યા પછી ‘Form 16’ ને અવગણશો નહીં ! આ એક દસ્તાવેજ તમારા 4 મહત્ત્વના કામને ક્યારેય નહીં અટકવા દે
