છૂટાછેડાના 10 વર્ષ પછી 44 વર્ષના અભિનેતાએ 11 વર્ષ નાની અભિનેત્રી સાથે બીજી વખત લગ્ન કર્યા, જુઓ નંદિશ સિંહનો પરિવાર
ટીવી અભિનેતા નંદીશ સંધુએ રશ્મિ દેસાઈથી છૂટાછેડા લીધાના લગભગ 10 વર્ષ પછી ફરીથી લગ્ન કર્યા છે. તેમણે અભિનેત્રી કવિતા બેનર્જી સાથે લગ્ન કર્યા છે. નંદીશ સંધુના પરિવાર વિશે જાણીએ.

નંદીશ સંધુએ કોલકાતામાં અભિનેત્રી કવિતા બેનર્જી સાથે લગ્ન કર્યા. આ દંપતીએ 2025માં સગાઈ કરી હતી. નંદીશના પહેલા લગ્ન અભિનેત્રી રશ્મિ દેસાઈ સાથે થયા હતા, અને 2016 માં તેમના છૂટાછેડા થયા હતા.

નંદીશ સંધુનો પરિવાર જુઓ

નંદીશ સિંહ સંધુ અને કવિતા બેનર્જીએ પરંપરાગત બંગાળી લગ્ન સમારંભમાં લગ્ન કર્યા છે. બંને પારંપારિક ડ્રેસમાં જોવા મળ્યા હતા.

નંદિશ સિંહ સંધુનો જન્મ 25 ડિસેમ્બર 1981 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા છે જે હિન્દી સિનેમા અને ટેલિવિઝનમાં કામ કરે છે. તેઓ પ્રખ્યાત સોપ ઓપેરા ઉત્તરન (2009–2012) માં મુખ્ય પાત્ર વીર સિંહ બુંદેલા તરીકે અભિનય કરવા માટે જાણીતા છે.

નંદિશ સંધુના અન્ય ટીવી કાર્યોમાં ફિર સુબા હોગી (2012), બેઇન્તેહા (2013), ગ્રહણ (2021) અને જ્યુબિલી (2023)નો સમાવેશ થાય છે. તેમણે સુપર 30 (2019) માં સહાયક ભૂમિકા સાથે હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો.

નંદીશ સંધુ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તેમણે 2007 માં ટીવી શો "કસ્તુરી" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ કલર્સ ટીવીની લોકપ્રિય સીરિયલ "ઉત્તરન" થી તેમને સાચી ઓળખ મળી.

આ શોમાં તેમણે વીર સિંહ બુંદેલાનું પાત્ર ભજવ્યું અને ઘર-ઘરમાં લોકપ્રિય બન્યો હતો.

ત્યારબાદ તેઓ અનેક ટીવી સિરિયલમાં કામ કર્યું છે. 2026 માં, તેઓ "તસ્કરી: ધ સ્મગલર્સ વેબ" વેબ સીરિઝમાં રવિન્દર ગુર્જર તરીકે જોવા મળ્યો હતો.

તેઓ ટૂંક સમયમાં હંસલ મહેતાની સીરિઝ "ફેમિલી બિઝનેસ" માં પણ જોવા મળશે.

કવિતા બેનર્જી પણ અભિનય જગતમાં એક જાણીતું નામ છે. તે કોલકાતાની છે અને ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકી છે.

કવિતાએ વર્ષ 2022 માં ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત, તે વેબ સિરીઝ 'હિચકી અને હૂકઅપ્સ' નો પણ ભાગ રહી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
