Breaking News : પરિવાર જોઈ રહ્યો હતો રાહ, ખેતરમાંથી મળી આધેડની લાશ! જૂનાગઢમાં સિંહણના હુમલાથી અરેરાટી, જુઓ Video
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાં પાણી વાળી રહેલા આધેડ ખેતમજૂર પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ સિંહણ આધેડને ઢસડીને દૂર સુધી લઈ ગઈ હતી, જેમાં તેમનું મોત થયું હતું.

વેલજી દાફડા નામના આધેડને સિંહણે ફાડી ખાધો
પ્રાપ્તથતી માહિતી અનુસાર વિસાવદરના રબારીકા ગામના વેલજી દાફડ નામના આધેડ ખેતરમાં પાણી વાળી રહ્યાં હતા, તે સમયે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. મોડી રાત સુધી વેલજી દાફડા ઘરે પરત ન ફરતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પરિવારજનો અને પાડોશીઓ દ્વારા વેલજી દાફડાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખેતરમાં તપાસ હાથ ધરી હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
ઉલ્લેખનીય છે કે પરિવારે ખેતરમાં શોધખોળ હાથ ધરતા મૃતદેહ ત્યાંથી મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે. બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિસાવદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અનંત અંબાણીની મદદથી 7 અઠવાડિયાના હાથીના બચ્ચા ‘રાજા’ને મળશે નવું જીવન