Travel Tips : દિલજીત દોસાંઝ પહોંચ્યો ગિરનાર , શું તમે જાણો છો આ સ્થળ શા માટે ખાસ છે અને ગિરનાર કેવી રીતે પહોંચવું?
દિલજીત દોસાંઝ ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. દિલજીતે સાસણ ગીર બાદ ગિરનાર પર્વત પર મા અંબાના દર્શન કર્યા હતા. તો જાણી લો ગિરનાર કેવી રીતે પહોંચવું.

ફેમસ પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંગ હાલમાં પોતાના ઓરા ઈન્ડિયા ટુરને લઈ ચર્ચામાં છે. 21 નવેમ્બર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનો કોન્સર્ટ થવાનો છે.

આ પહેલા દિલજીતે ગુજરાતના ફેમસ સ્થળોની મુલાકાત લીધી હતી. જે ધાર્મિકની સાથે સાથે પ્રાકૃતિક નજારો અને એન્ડવેન્ચર માટે જાણીતા છે.

દિલજીતે ગિરનાર પર્વતની મુલાકાતના ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં તે પહાડોની સીડીઓ પર ટ્રેકિંગ કરતો તેમજ રોપવેમાં બેસેલો જોવા મળ્યો હતો.

જો તમે પણ ગિરનારમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ગિરનારને તમારા ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકો છો. અહી મંદિરના દર્શનથી લઈ પહાડોમાં તમને શાનદાર નજારો જોવા મળી શકે છે.

ગિરનાર જૂનાગઢમાં આવેલો છે. ગિરનાર અને રૈવતક પર્વતના નામથી પણ ઓળખાય છે. આ સ્થ ળ હિન્દુ માટે એક ધાર્મિક અને પવિત્ર સ્થળ છે. દિલજીતે ઈન્સ્ટાગ્રામ પર ફોટોસાથે કેપ્શનમાં લખ્યું જય ગિરનારી, ગિરનાર પર્વત અંદાજે 66 મિલિયન વર્ષ જુનો છે. તેનું ઐતિહાસિક મહત્વ ખાસ છે.

ગિરનાર ફરવા જવા માટે બેસ્ટ સમય નવેમ્બરથી ફેબ્રુઆરીનો છે. આ સમયે ઠંડી હોય છે. જેમાં ટ્રેકિંગ કરી તમે સરળતાથી ગિરનાર પર્વત ચઢી શકો છો. તેમજ તમે અંબાજી સુધી રોપવેમાં પણ જઈ શકો છો.

ગિરનાર પર્વત પર પહોંચવા માટે તમારે સૌથી પહેલા જૂનાગઢ પહોંચવાનું રહેશે. રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના રેલવે સ્ટેશન પરથી તમને સરળતાથી જૂનાગઢ માટેની ટ્રેન મળી જશે. અહી પહોંચ્યા પછી તમે ગિરનાર તળેટી માટે ટેક્સી અથવા ઓટો રિક્ષા લઈ ગિરનાર પહોચી શકો છો.

ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. આ પર્વત હિમાલય કરતાં પણ જૂનો માનવામાં આવે છે. આ પર્વતની ગણતરી 7 પવિત્ર સ્થળોમાં થાય છે જ્યાં ઋષિ-મુનિઓ હજારો વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે.ગિરનાર પર્વતની ટોચ પર પહોંચવા માટે કુલ 9999 સીડીઓ ચઢવી પડે છે.
Mumbai Ahmedabad Bullet Train: દેશ માટે આજે મોટો દિવસ, બુલેટ ટ્રેનના હાઇ-સ્પીડ ટ્રેક પર આજથી વીજળી પુરવઠો શરૂ અહી ક્લિક કરો
