Breaking News : સ્પાઈસજેટ ફ્લાઇટ મોડી પડતા અમદાવાદમાં 140 મુસાફરો અટવાયા, જુઓ Video
અમદાવાદથી શ્રીનગર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ મોડી પડતા 140 મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર ફસાયા હતા. સવારે 8:55 કલાકે ઉપડનારી ફ્લાઇટ બપોરે 1:30 વાગ્યા સુધી રવાના ન થતાં મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
અમદાવાદથી શ્રીનગર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ મોડી પડતા અંદાજે 140 મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. આ ઘટનાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 8:55 કલાકે ઉપડનારી આ ફ્લાઇટ બપોરે 1:30 વાગ્યા સુધી પણ રવાના થઈ શકી ન હતી, જેના કારણે મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો.
લાંબા સમય સુધી રાહ જોવી પડતા મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી. મુસાફરોનો મુખ્ય આક્ષેપ એ હતો કે તેમને ફ્લાઇટ મોડી થવા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, સ્પાઇસજેટના અધિકારીઓ તરફથી પણ તેમને સંતોષકારક જવાબ ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વિલંબને કારણે મુસાફરોના સમય અને યોજનાઓ ખોરવાઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
અનંત અંબાણીની મદદથી 7 અઠવાડિયાના હાથીના બચ્ચા ‘રાજા’ને મળશે નવું જીવન
