Stock Market: ડિસેમ્બર 2025માં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે? રોકાણકારો જાણી લો, જેથી સારી રીતે ‘ટ્રેડિંગ’ પ્લાન કરી શકો
ડિસેમ્બર 2025 માં NSE અને BSE સ્ટોક માર્કેટ કેટલા દિવસ બંધ રહેશે, તે જાણવું જરૂરી છે. રોકાણકારોએ આ માહિતી જોઈને જ ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરવું જોઈએ.

વર્ષ 2025 નો છેલ્લો મહિનો 'ડિસેમ્બર' સોમવારથી શરૂ થાય છે. NSE ના સત્તાવાર હોલિડે કેલેન્ડર મુજબ, ડિસેમ્બરમાં વીકેન્ડની રજાઓ ઉપરાંત આખા મહિનામાં ફક્ત એક જ ટ્રેડિંગ હોલિડે રહેશે.

આનો અર્થ એ થયો કે, ભારતીય શેરબજાર આવતા મહિને કુલ 9 દિવસ બંધ રહેશે. ડિસેમ્બરમાં એકમાત્ર રજા 25 ડિસેમ્બરની (નાતાલ) છે, જ્યારે બજાર બંધ રહેશે.

વધુમાં, મહિનાના ચારેય શનિવાર એટલે કે '6 ડિસેમ્બર, 13 ડિસેમ્બર, 20 ડિસેમ્બર, 27 ડિસેમ્બર' અને ચારેય રવિવાર એટલે કે '7 ડિસેમ્બર, 14 ડિસેમ્બર, 21 ડિસેમ્બર, 28 ડિસેમ્બર'ના દિવસે સ્ટોક માર્કેટ બંધ રહેશે.

આનાથી રોકાણકારોને વર્ષ પૂરું થાય તે પહેલાં ડિસેમ્બરમાં કુલ 22 ટ્રેડિંગ સેશન મળશે. વર્ષ 2025 માં BSE અને NSE એ કુલ 14 રજાઓ પાળી છે.

શુક્રવાર, 28 નવેમ્બરના રોજ ભારતીય શેરબજાર લગભગ સપાટ બંધ થયું, કારણ કે રોકાણકારોએ ઊંચા સ્તરે નફો બુક કર્યો અને GDP (Q2) ડેટા પહેલા સાવચેતીભર્યું વલણ જાળવી રાખ્યું.
Stock Market: અમેરિકી શેર્સમાં ગુજરાતીઓ કેવી રીતે રોકાણ કરી શકે? આ 4 વિકલ્પથી શરૂઆત કરો અને ધીરે-ધીરે આગળ વધો
