તંબાકુથી પણ ખતરનાક છે સમોસા, જલેબી અને લાડુ! જાણો શું કહે છે હેલ્થ મિનિસ્ટ્રીની એડવાઈઝરી
આરોગ્ય મંત્રાલયના એક આંતરિક દસ્તાવેજમાં, દેશમાં વધી રહેલા સ્થૂળતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં, ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળ અથવા વધુ વજનવાળા હશે. જે અમેરિકા બાદ બીજો સૌથી પ્રભાવિત દેશ બની જશે. હાલમાં 5માંથી એક વ્યક્તિ ઓવરવેટનો શિકાર છે.

એ દિવસ દુર નથી જ્યારે ચાની સાથે બિસ્કિટ, સમોસા કે પછી જલેબી ખાવા પર સરકાર તમને ચેતવણી આપશે. આ તમામની પાછળ વોર્નિંગ બોર્ડ લાગેલું હશે.સ્વાસ્થ મંત્રાલયે દેશભરના તમામ કેન્દ્રીય સંસ્થાઓ જેમાં નાગપુરનું AIIMS પણ સામેલ છે. નિર્દેશ આપ્યો છે કે, તે ઓયલ અને શુગર બોર્ડ લગાવે. જેના પર તમારા નાસ્તની પાછળ છુપાયેલ ફેટ અને શુગરની માત્ર સ્પષ્ટ લખેલી હોય.

આ જંક ફુડ તંબાકુ જેવા ગંભીર ખતરો તરીકે જોવાની દિશામાં આને પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારી સંસ્થાઓમાં આ બોર્ડ શાંત પરંતુ સચોટ ચેતવણી તરીકે પ્રદર્શિત કરવાનું કામ કરશે, લોકોને એ બતાવવામાં આવશે કે, જે ફુડ આઈટમની તેઓ પોતાના કલ્ચરનો ભાગ માને છે. તેમાં કેટલું ફેટ અને શુગર રહેલું છે.

AIIMS નાગપુરના અધિકારીઓએ આ નિર્દેશની પુષ્ટી કરી છે. હવે કાફેટેરિયા કે પછી સાર્વજનિક સ્થળો પર એવા ચેતવણીના બોર્ડ લગાવવમાં આવશે. જેમાં માત્ર સમોસા અને જલેબી જ નહી પરંતુ લાડુ, વડાપાંવ અને પકોડા પણ તપાસના દાયરામાં આવશે.

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાની નાગપુર શાખાના પ્રમુખ ડૉ. અમર આમલેએ કહ્યું, 'આ શરુઆત છે. જ્યારે ફૂડ લેબલિંગ સિગારેટની ચેતવણીઓ જેટલું જ ગંભીર હોય છે. ખાંડ અને ટ્રાન્સ ચરબી એ નવું તમાકુ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના એક આંતરિક દસ્તાવેજમાં, દેશમાં વધી રહેલા સ્થૂળતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં, ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળ અથવા વધુ વજનવાળા હશે. જે અમેરિકા બાદ બીજો સૌથી પ્રભાવિત દેશ બની જશે. હાલમાં 5માંથી એક વ્યક્તિ ઓવરવેટનો શિકાર છે.

સિનિયર ડાયાબિટીસ નિષ્ણાતએ કહ્યું, 'આ ખાવાનું બંધ કરવાની વાત નથી. પણ જો લોકોને ખબર પડે કે એક ગુલાબ જાંબુમાં પાંચ ચમચી ખાંડ હોય છે' તો તે ખાતા પહેલા બે વખત વિચાર કરશે.

ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના મતે, આ પગલું ડાયાબિટીસ, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશર જેવા બિન-ચેપી રોગો સામેના મોટા અભિયાનનો એક ભાગ છે. જેનો સીધો સંબંધ ખાવાની આદતો સાથે છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
