AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Condom બનાવતી કંપનીના શેરમાં આવી ‘કડક તેજી’, 17% નો ઉછાળો મારીને રોકાણકારોના પૈસા 7 ગણા કર્યા

શેરબજારમાં અમુક શેર્સ એવા હોય છે કે, જે છાનામાના રોકાણકારોને માલામાલ બનાવી દે છે. આવો જ એક શેર હાલ ચર્ચામાં આવ્યો છે, જેણે માત્ર 2 જ દિવસમાં 17% નો મોટો ઉછાળો મારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં, છેલ્લા 1 વર્ષમાં આ શેરે રોકાણકારોના પૈસા 7 ગણાથી પણ વધુ કરી દીધા છે.

| Updated on: Sep 30, 2026 | 4:25 PM
Share
Condom બનાવતી કંપની ક્યૂપિડ (Cupid) ના શેરમાં 30 સપ્ટેમ્બરે જબરદસ્ત તેજી જોવા મળી. આ શેર 8.21 ટકા વધીને 311.65 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

1 / 8
29 સપ્ટેમ્બરે પણ આ શેરમાં તોફાની તેજી આવી હતી. માત્ર બે જ દિવસમાં આ શેર લગભગ 17 ટકા વધ્યો છે. આનાથી 30 સપ્ટેમ્બરે તેનો ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો.

2 / 8
ક્યૂપિડના શેરે એક વર્ષમાં રોકાણકારોના નાણાં 7 ગણાથી વધુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ આ શેરનો ભાવ 42 રૂપિયા હતો. અત્યારે ભાવ 311 રૂપિયા ચાલી રહ્યો છે. કંપનીના શેરોમાં તેજીના ઘણા કારણો છે. કંપનીની ઓર્ડર બુક મજબૂત છે અને તેનું નાણાકીય પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે.

3 / 8
આ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે (YoY) 194 ટકા વધીને 44.15 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ પહેલાંના સમાન સમયગાળામાં તે 15.01 કરોડ રૂપિયા હતો.

4 / 8
કંપનીની કુલ આવક પણ વાર્ષિક ધોરણે 142 ટકા વધીને 156.98 કરોડ રૂપિયા રહી. EBITDA વાર્ષિક ધોરણે 265 ટકા વધીને 60 કરોડ રૂપિયા રહ્યો. કંપનીનો EBITDA માર્જિન પણ વધીને 39 ટકા રહ્યો.

5 / 8
તાજેતરમાં ક્યૂપિડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય કુમાર હલવાસિયાએ કંપનીમાં તેમનો હિસ્સો વધાર્યો છે. તેમણે ઓપન માર્કેટમાંથી કંપનીના 5,90,304 શેર ખરીદ્યા. આનાથી કંપનીમાં તેમનો હિસ્સો વધીને 34.71 ટકા પહોંચી ગયો છે.

6 / 8
કંપનીમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપનો હિસ્સો વધીને 47.66 ટકા થઈ ગયો. પ્રમોટર દ્વારા પોતાની કંપનીમાં હિસ્સો વધારવાને પોઝિટિવ ગણવામાં આવે છે. આ કંપની પુરુષો માટે કોન્ડોમ, મહિલાઓ માટે કોન્ડોમ, લ્યુબ્રિકન્ટ્સ અને ડાયગ્નોસ્ટિક કિટ્સ સહિત અનેક પ્રકારના પ્રોડક્ટ્સ બનાવે છે.

7 / 8
જણાવી દઈએ કે, આ મહારાષ્ટ્રની કંપની છે. તે 100 થી વધુ દેશોમાં પોતાના પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. કંપનીની ઓર્ડર બુક ખૂબ જ મજબૂત છે. આ કારણે કંપનીએ FY27 ના રેવેન્યુ ગાઈડન્સને વધારીને 750 કરોડ અને પ્રોફિટ ગાઈડન્સને વધારીને 225 કરોડ કર્યું છે.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ‘સોનું’ સીધું ₹1 લાખની નીચે આવશે ? એક ચાર્ટે પોલ ખોલી દીધી, જાણો ‘3 મોટા કારણ’

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">