Breaking News : જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો, 3 આરોપીની ધરપકડ
SOGએ બાતમીના આધારે કાર્યવાહી કરીને કારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે ગાંજાની સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને મોબાઇલ ફોન સહિત કુલ ₹16.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જૂનાગઢમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ ગાંજાની હેરાફેરી કરતા શખ્સો સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે કારમાં ગાંજાનો જથ્થો લઈ જઈ રહેલા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 29.634 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત ₹14.81 લાખ હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢથી 29.634 કિલો ગાંજો જપ્ત
મળતી માહિતી મુજબ, SOGએ બાતમીના આધારે કાર્યવાહી કરીને કારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે ગાંજાની સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને મોબાઇલ ફોન સહિત કુલ ₹16.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગાંજાની હેરાફેરીમાં 6 શખ્સોની સંડોવણી
પોલીસ તપાસમાં ગાંજાની હેરાફેરીના આ નેટવર્કમાં કુલ 6 શખ્સોની સંડોવણી સામે આવી છે. હાલ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 આરોપીઓને પકડવા માટે તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
SOG દ્વારા આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ સામે આવી શકે છે
નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા
પોલીસ હવે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરીને ગાંજાના સપ્લાયના સ્ત્રોત અને આ હેરાફેરીમાં સામેલ અન્ય લોકો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ નેટવર્કમાં વધુ કેટલા લોકો સંડોવાયેલા છે અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સમગ્ર હેરાફેરીના નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
