AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં કારના કાચ પર ધુમ્મસ જામતા AC ચાલુ કરવું કે બ્લોઅર ? 99% લોકો નથી જાણતા સાચો જવાબ!

શિયાળામાં કાર ચલાવતી વખતે કાચ પર ધુમ્મસ જામવાની સમસ્યા સામાન્ય છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે આ સમસ્યાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાણો આ સમસ્યા પાછળનું કારણ શું છે અને AC કે બ્લોઅરમાંથી કયો વિકલ્પ વધુ યોગ્ય છે.

| Updated on: Nov 17, 2026 | 11:36 AM
Share
શિયાળાની ઋતુમાં કાર ચલાવતી વખતે કાચ પર ધુમ્મસ જામવું સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે આ સમસ્યા વધુ જોવા મળે છે. કાચ પર ધુમ્મસ છવાઈ જવાને કારણે ડ્રાઇવરને રસ્તો સ્પષ્ટ દેખાતો નથી અને અકસ્માત થવાનું જોખમ પણ વધી શકે છે. (Image Source | AI Generated)

1 / 7
ઘણા વાહનચાલકોના મનમાં સવાલ થાય છે કે કારના કાચ પરથી ધુમ્મસ દૂર કરવા માટે AC ચાલુ કરવું જોઈએ કે પછી બ્લોઅરનો ઉપયોગ કરવો જોઈએ? યોગ્ય જાણકારીના અભાવે લોકો ઘણી વખત ખોટી સેટિંગનો ઉપયોગ કરે છે. (Image Source | AI Generated)

2 / 7
હકીકતમાં, જ્યારે કારની અંદરની ગરમ અને ભેજવાળી હવા ઠંડા કાચના સંપર્કમાં આવે છે ત્યારે કાચ પર વરાળના ટીપાં જમા થવા લાગે છે. પરિણામે વિન્ડશિલ્ડ પર ધુમ્મસ છવાઈ જાય છે અને આગળનો રસ્તો જોવામાં મુશ્કેલી પડે છે. (Image Source | AI Generated)

3 / 7
જો તમારી કારના આગળના કાચ પર ધુમ્મસ જામી ગયું હોય તો સૌથી પહેલાં ફ્રન્ટ ડિફોગર અથવા ડિફ્રોસ્ટર મોડ ચાલુ કરો. ત્યારબાદ બ્લોઅરની સ્પીડ વધારીને હવાનો પ્રવાહ સીધો વિન્ડશિલ્ડ તરફ રાખો. (Image Source | AI Generated)

4 / 7
જરૂરિયાત મુજબ કારમાં બહારની તાજી હવા આવવાનો વિકલ્પ પસંદ કરો. તેનાથી કેબિનમાં ભેજનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત, કાચ સાફ ન થાય ત્યાં સુધી ઝડપથી વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. (Image Source | AI Generated)

5 / 7
શિયાળામાં કારના કાચ પરથી ધુમ્મસ દૂર કરવા માટે બ્લોઅરનો ઉપયોગ વધુ આરામદાયક વિકલ્પ બની શકે છે. કારણ કે તે ગરમ હવા સીધી કાચ પર પહોંચાડે છે. બીજી તરફ, AC હવામાંથી ભેજ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ઠંડીમાં AC ચાલુ રાખવાથી કેટલાક લોકોને ઠંડી હવાનો અનુભવ થઈ શકે છે. (Image Source | AI Generated)

6 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)

7 / 7

આ પણ વાંચો, Coriander Storage Tips : ફ્રિજમાં ધાણા જલ્દી બગડી જાય છે? તો અપનાવો આ 5 સરળ ટ્રિક્સ, લાંબા સમય સુધી રહેશે લીલા અને તાજા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">