AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PM મોદીના વિશેષ વિમાનની કમાન પહેલીવાર સંભાળી મહિલા પાયલટે, ભારતીય વાયુસેનાએ રચ્યો નવો ઇતિહાસ !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનની કમાન આ વખતે એક મહિલા પાયલટે સંભાળી છે. ફિલિપાઈન્સ પ્રવાસ દરમિયાન બનેલી આ ખાસ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણો કોણ છે આ મહિલા પાયલટ અને શું છે તેમની ઐતિહાસિક ભૂમિકા?

| Updated on: Nov 17, 2026 | 11:54 AM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિલિપાઈન્સ પ્રવાસ દરમિયાન એક ખાસ ઘટના સામે આવી છે. પહેલીવાર એક મહિલા પાયલટે વડાપ્રધાનના વિશેષ વિમાનનું સંચાલન કર્યું છે. (Image Source | PTI)

1 / 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના વિમાનની કમાન સામાન્ય રીતે પુરુષ પાયલટના હાથમાં રહેતી હતી. જોકે, આ વખતે એક મહિલા પાયલટે આ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી. ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં આ ઘટનાને ખાસ માનવામાં આવી રહી છે. (Image Source | PTI)

2 / 8
સૂત્રો અનુસાર, રાષ્ટ્રપતિના વિશેષ વિમાન કાફલા સાથે જોડાયેલી ભારતીય વાયુસેનાની એક મહિલા પાયલટે વડાપ્રધાનના વિમાનનું સંચાલન કર્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય વાયુસેનાની મહિલા પાયલટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ વિમાનની કમાન સંભાળી. (Image Source | PTI)

3 / 8
ભારતના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના અગાઉ પણ બની ચૂકી છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું વિમાનનું પણ સંચાલન એક મહિલા પાયલટે કર્યું હતું. (Image Source | PTI)

4 / 8
1950 ના દાયકામાં કેપ્ટન ઉષા સુંદરમે પંડિત નેહરુના વિમાનનું સંચાલન કર્યું હતું. તે સમયે તેઓ એર ઇન્ડિયા સાથે જોડાયેલાં હતાં. જોકે, આ વખતે વડાપ્રધાન મોદીના વિમાનની જવાબદારી ભારતીય વાયુસેનાની મહિલા પાયલટે સંભાળી છે. (Image Source | PTI)

5 / 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ વિમાનમાં મનિલા પહોંચ્યા હતા. વિમાનનું કોલ સાઇન ઇન્ડિયા-1 અને ફ્લાઇટ નંબર K7067 હોવાનું જણાવવામાં આવ્યું છે. (Image Source | PTI)

6 / 8
ભારતીય વાયુસેનામાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. સરકારી આંકડા અનુસાર, હાલમાં ભારતીય વાયુસેનામાં 130થી વધુ મહિલા પાયલટ કાર્યરત છે. (Image Source | PTI)

7 / 8
આ ઉપરાંત ખાનગી વિમાન કંપનીઓની વાત કરીએ તો ભારતમાં 3,327 સક્રિય મહિલા પાયલટ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આંકડો વૈશ્વિક સ્તરે પણ ભારતની મહિલા પાયલટોની મજબૂત હાજરી દર્શાવે છે. (Image Source | PTI)

8 / 8

આ પણ વાંચો, Breaking News : QUAD સમિટમાં આજે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત, ચીનને ઘેરવા માટે બનશે ખાસ રણનીતિ ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">