AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ બનાવશે ભારતનું આગામી પેઢીનું ફાઈટર જેટ? Tata સહિત ત્રણ મોટી કંપનીઓ રેસમાં, એક મહિનાની અંદર લેવાશે નિર્ણય

આગામી એક મહિનાની અંદર ભારત તેના 'એડવાન્સ્ડ મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ' (AMCA) પ્રોજેક્ટ માટે વિજેતા કંપનીની મોટી જાહેરાત કરશે. ટાટા, L&T અને ભારત ફોર્જ જેવી અગ્રણી કંપનીઓ આ સ્પર્ધામાં સામેલ છે.

કોણ બનાવશે ભારતનું આગામી પેઢીનું ફાઈટર જેટ? Tata સહિત ત્રણ મોટી કંપનીઓ રેસમાં, એક મહિનાની અંદર લેવાશે નિર્ણય
Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2026 | 6:02 PM
Share

AMCA ફાઈટર જેટ:  દેશની વાયુ શક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવસે. આવનાર એક મહિના ની અંદર , ભારતની આગામી પેઢીના ફાઈટર જેટ—’એડવાન્સ્ડ મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ’ (AMCA) ને વિકસાવવાની જવાબદારી કઈ કંપનીને સોંપવી, તે અંગે નિર્ણય લેવામાં આવશે.સંરક્ષણ મંત્રાલય આ મહત્વપૂર્ણ સ્પર્ધાના વિજેતાની જાહેરાત કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ નિર્ણય સાથે, અત્યાધુનિક અને સ્વદેશી રીતે વિકસાવવામાં આવી રહેલા આ ફાઈટર એરક્રાફ્ટનો કાર્યક્રમ તેના આગામી તબક્કામાં પ્રવેશશે અને ત્યાર બાદ પ્રોટોટાઇપ (પ્રારંભિક મોડેલ) તરફ વધશે.

દેશની ત્રણ મોટી કંપનીઓ રેસમાં

લડાકુ વિમાનોના ઉત્પાદન માટેની સ્પર્ધા હવે તેના સૌથી નિર્ણાયક અને અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પ્રારંભિક ચકાસણી પ્રક્રિયા બાદ, હવે મેદાનમાં માત્ર ત્રણ મુખ્ય દાવેદારો બાકી રહ્યા છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL), લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના નેતૃત્વ હેઠળનું જૂથ, અને ભારત ફોર્જ (Bharat Forge) નો સમાવેશ કરતું એક કન્સોર્ટિયમ (સંયુક્ત જૂથ). આ ત્રણેય દિગ્ગજો એકમોએ સરકાર સમક્ષ તેમના તકનીકી તેમજ વ્યાપારી પ્રસ્તાવો રજૂ કર્યા છે.હાલમાં, સંરક્ષણ મંત્રાલયના નિષ્ણાતો આ પ્રસ્તાવોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.

ANI નેશનલ સિક્યુરિટી સમિટ’માં બોલતા, સંરક્ષણ સચિવ આર. કે. સિંહે આ બધીજ પ્રક્રિયા માટેની અંતિમ સમયરેખા સ્પષ્ટ કરી. તેમણે એવી અપેક્ષા વ્યક્ત કરી કે લગભગ આગામી એક મહિનાની અંદર વિજેતાની જાહેરાત કરી દેવામાં આવશે. સંરક્ષણ સચિવના જણાવ્યા અનુસાર, વિજેતા કંપનીની પસંદગી થઈ જાય, ત્યારબાદ AMCA પ્રોટોટાઇપના ઝડપી વિકાસનું કામ શરૂ થશે. અને તેના પછી આ ફાઇટર એરક્રાફ્ટને ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવાનો માર્ગ મોકળો થશે.

કેમ ટાટાને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે?

ત્રણ કંપનીઓ વચ્ચેની આ તીવ્ર સ્પર્ધામાં, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. તેનું એક મોટુ કારણ એ છે કે, ટાટા દ્વારા વાયુસેના માટે રાફેલ ફાઈટર જેટ્સના નવા બેચના ઉત્પાદનનો કાર્યક્રમ કરવામાં આવસે.

જોકે, વિજેતાની પસંદગી માત્ર કંપનીના નામના આધારે કરવામાં આવશે નહીં. સરકાર દરેક કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી ટેકનિકલ વિગતો અને નાણાકીય દરખાસ્તોનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. જે કંપની ટેકનિકલ જરૂરિયાતો અને બજેટની શરતો બંનેને સૌથી સારી રીતે પૂર્ણ કરશે, તેને આ કામગીરીની જવાબદારી સોંપવામાં આવશે.

બદલાઈ ગયું છે જેટ એન્જિનને લગતું સમીકરણ

લડાકુ વિમાનના માળખા (એરફ્રેમ) તેમજ, તેના એન્જિનને લઈને પણ નોંધપાત્ર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. AMCA માટે નવું જેટ એન્જિન વિકસાવવાની યોજનાના સંદર્ભમાં, સંરક્ષણ સચિવ આર. કે. સિંહે જણાવ્યું હતું કે આવતા મહિને બેંગલુરુમાં આગળની દિશા નક્કી કરવા માટે એક વિશેષ કાર્યશાળા (વર્કશોપ) યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ એન્જિન-વિકાસ પ્રોજેક્ટમાં એક નવો અને રસપ્રદ વળાંક આવ્યો છે. અત્યાર સુધી, ફ્રેન્ચ કંપની ‘સેફ્રાન’ (Safran) સાથે મળીને એક નવું એન્જિન વિકસાવવાની યોજના પર આગળ વધી રહ્યું હતું સંરક્ષણ મંત્રાલય. પણ, હવે આ પ્રક્રિયામાં એક નવો અને મોટો પ્રસ્તાવ સામે આવ્યો છે કે મુકેશ અંબાણીની ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’એ બ્રિટિશની દિગ્ગજ કંપની ‘રોલ્સ-રોયસ’ (Rolls-Royce) સાથે ભાગીદારી કરી છે. આ નવા જોડાણે ફાઈટર જેટના એન્જિન વિકસાવવા માટે એક મજબૂત દાવેદારી સામે મૂકી છે , જેનાથી આ સ્પર્ધા વધુ રસપ્રદ અને ગંભીર બની ગઈ છે.

વાયુસેનામાં ટૂંક સમયમાં સામેલ થશે LCA Mk1A

આ કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાના વર્તમાન વિમાન કાફલાને લઈને પણ સારા સમાચાર સામે આવ્યા છે. એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે માહિતી આપી હતી કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય વાયુસેના સ્વદેશી ‘LCA Mk1A’ ફાઈટર એરક્રાફ્ટને પોતાના કાફલામાં સામેલ કરી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં અગાઉ જોવા મળેલી તકનીકી ખામીઓને હવે દૂર કરવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે. ‘LCA Mk1A’ને વાયુસેનામાં સામેલ કરવાની સાથે ‘AMCA’ (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ) અંગે ઝડપથી નિર્ણય લેવામાં આવે તો આવનારા સમયમાં ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા અને તાકાતમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

સોનામાં 13 વર્ષનો રેકોર્ડ તૂટશે? ભાવ શિખરે જશે કે હજુ મોટો કડાકો આવશે? જાણો-બજારની અંદરની વાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">