AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ. 2થી 4નો વધારો ! જુઓ Video

Breaking News : રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ. 2થી 4નો વધારો ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2026 | 1:21 PM
Share

રાજકોટમાં દૂધ ખરીદતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાનગી ડેરીઓએ દૂધના નવા ભાવ જાહેર કર્યા છે. હવે કયા પ્રકારના દૂધ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? જાણો નવા ભાવની સંપૂર્ણ વિગતો.

રાજકોટના દૂધ ગ્રાહકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો સામે આવ્યો છે. શહેરની ખાનગી ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ હવે ગ્રાહકોએ દૂધ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

રાજકોટની ખાનગી ડેરીઓમાં દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 2થી 4 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો દૂધમાં રહેલી ફેટની માત્રા પ્રમાણે અલગ-અલગ રાખવામાં આવ્યો છે. નવા ભાવ અનુસાર, ચાર ફેટ સુધીના દૂધમાં પ્રતિ લિટરે રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ દૂધ 30થી 35 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 32થી 37 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

દરરોજ આશરે 3 લાખ લિટર દૂધનું છૂટક વેચાણ

બીજી તરફ, ચાર ફેટથી વધુના દૂધમાં પ્રતિ લિટરે રૂ. 4નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ચારથી છ ફેટ સુધીના દૂધના ભાવ હવે વધીને 62થી 70 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં અંદાજે 650 ખાનગી ડેરીઓ આવેલી છે. આ ડેરીઓ મારફતે દરરોજ આશરે 3 લાખ લિટર દૂધનું છૂટક વેચાણ થાય છે. ભાવવધારાની સીધી અસર શહેરના હજારો દૂધ ગ્રાહકોના માસિક બજેટ પર પડી શકે છે.

આ પણ વાંચો, Breaking News : PM મોદીના વિશેષ વિમાનની કમાન પહેલીવાર સંભાળી મહિલા પાયલટે, ભારતીય વાયુસેનાએ રચ્યો નવો ઇતિહાસ !

Published on: Nov 17, 2026 01:21 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">