ગાજરનો હલવો : આ એક એવી સ્વીટ ડિશ છે જે ભાગ્યેજ કોઇને નહી ભાવતી હોય. ઘી, ગાજર, દુધ અને ડ્રાયફ્રુટ મળી બનતા હલવામાં ગુણનો ભંડાર છે.એને એના સ્વાદની તો શું વાત કરવી, બાળકોથી લઇને વૃધ્ધો સુધી તમામ લોકોમાં પ્રિય છે ગાજરનો હલવો.
ગોળ અને ઘઉંના લોટનો શીરો : શીરાની વાત આવે ને કોઇને મોં માં પાણી ન આવે એમ તો કેમ બને, શિયાળામાં ગોળ અને ઘઉંનો લોટ, ઘી રવો બધુ મેળવી બનાવા આવેલો શીરો ન માત્ર સ્વાદમાં મિઠાશ આપે છે પણ તે સ્વાસ્થય માટે પણ ઉત્તમ છે.
ગોળની ચિક્કી : ઠંડીની સીઝન હોય અને ચિક્કીની વાત ન થાય એ તો કેમ બને, ગોળ મગફળીની ચિક્કી ન માત્ર સ્વાદમાં લાજવાબ છે પરંતુ શરીરમાં પોષણ ત્તત્વોમાં પણ ખુબ ફાયદા કારક છે.
મગ દાળ હલવો : ઘી, મગ દાળ અને ડ્રાયફ્રુટથી બનતા હલવાને વર્ષોથી સ્વાસ્થય માટે ફાયદાકારક ગણવામાં આવે છે. આને ખોરાક તરીકે ઉપયોગ કરવાથી શરીર અંદરથી ગરમ રહે છે. અને તેનો સ્વાદ પણ લઝીઝ હોય છે
તલ-ગોળના લાડુ : આ શિયાળામાં ખવાતી ખુબ લોકપ્રિય મિઠાઇ છે. આને બનાવવુ ખુબ સરળ છે. આને ગોલ અને મગફળીના બીજ કે શિંગ સાથે પણ બનાવી શકાય છે. તલમાં ભરપુર માત્રામાં પોષક તત્વો પહેલા છ જ્યારે ગોળ ગળપણનો શ્રેષ્ઠ વિકલ્પ છે.