Health: શરીરમાં એનર્જીની કમી અનુભવો છો, આહારમાં રોજ આ વસ્તુઓનું સેવન કરો

ઉનાળામાં શરીરની ઉર્જાનો ઘણો વ્યય થાય છે અને આવી સ્થિતિમાં શરીરને ઉર્જાવાન રાખવા માટે આપણે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જે આપણને પૂરતી માત્રામાં એનર્જી આપી શકે. અમે તમને આવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 2:34 PM
કેળાઃ આયર્નથી ભરપૂર કેળાને ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. જો તમને વારંવાર શરીરમાં ઉર્જાની ઉણપ અનુભવાતી હોય તો આજથી જ કેળાનું સેવન શરૂ કરી દો. તેને મર્યાદિત માત્રામાં જ ખાઓ.

કેળાઃ આયર્નથી ભરપૂર કેળાને ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. જો તમને વારંવાર શરીરમાં ઉર્જાની ઉણપ અનુભવાતી હોય તો આજથી જ કેળાનું સેવન શરૂ કરી દો. તેને મર્યાદિત માત્રામાં જ ખાઓ.

1 / 5
બ્રાઉન રાઈસઃ ઘણા પોષક તત્વોથી ભરપૂર બ્રાઉન રાઈસમાંથી પુષ્કળ પ્રમાણમાં  એનર્જી પ્રાપ્ત થાય છે. જો તમને ચોખા ખાવાનું બહુ ગમે છે, તો સફેદને બદલે બ્રાઉન રાઇસને તમારા આહારનો ભાગ બનાવો.

બ્રાઉન રાઈસઃ ઘણા પોષક તત્વોથી ભરપૂર બ્રાઉન રાઈસમાંથી પુષ્કળ પ્રમાણમાં એનર્જી પ્રાપ્ત થાય છે. જો તમને ચોખા ખાવાનું બહુ ગમે છે, તો સફેદને બદલે બ્રાઉન રાઇસને તમારા આહારનો ભાગ બનાવો.

2 / 5
કોફી: તેમાં એવા તત્વો પણ હોય છે, જે આપણને એનર્જી તો આપે જ છે, પરંતુ તે શરીરનો થાક પણ દૂર કરે છે. જીમમાં જતા પહેલા તેનો બૂસ્ટર ડોઝ તરીકે પણ ઉપયોગ થાય છે.

કોફી: તેમાં એવા તત્વો પણ હોય છે, જે આપણને એનર્જી તો આપે જ છે, પરંતુ તે શરીરનો થાક પણ દૂર કરે છે. જીમમાં જતા પહેલા તેનો બૂસ્ટર ડોઝ તરીકે પણ ઉપયોગ થાય છે.

3 / 5
ડ્રાય ફ્રુટસ: આને ઇન્સ્ટન્ટ એનર્જી ફૂડ તરીકે ગણવામાં આવે છે. મુઠ્ઠીભર ડ્રાય ફ્રુટ  પ્રોટીન, બાયોએક્ટિવ સંયોજનો અને બહુઅસંતૃપ્ત ફેટી એસિડ્સનો સારો સ્ત્રોત છે. તે  તમારી શક્તિ વધારવામાં મદદ કરે છે.

ડ્રાય ફ્રુટસ: આને ઇન્સ્ટન્ટ એનર્જી ફૂડ તરીકે ગણવામાં આવે છે. મુઠ્ઠીભર ડ્રાય ફ્રુટ પ્રોટીન, બાયોએક્ટિવ સંયોજનો અને બહુઅસંતૃપ્ત ફેટી એસિડ્સનો સારો સ્ત્રોત છે. તે તમારી શક્તિ વધારવામાં મદદ કરે છે.

4 / 5
સફરજન: સફરજનમાં ઊર્જા આપતી કેલરી, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. સફરજનમાં જોવા મળતું પોલિફીનોલ રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે, બળતરા ઘટાડી શકે છે અને લાંબા સમય સુધી શરીરમાં ઊર્જા જાળવી શકે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

સફરજન: સફરજનમાં ઊર્જા આપતી કેલરી, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. સફરજનમાં જોવા મળતું પોલિફીનોલ રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે, બળતરા ઘટાડી શકે છે અને લાંબા સમય સુધી શરીરમાં ઊર્જા જાળવી શકે છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">