AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેતરમાં જોવા મળતી ‘ચીલની ભાજી’ ઉત્તમ ઔષધથી સહેજે કમ નથી, જાણો તેના ઉપયોગના ફાયદા

રવિ સિઝનમાં ઘઉં સહિતના ખેતરોમાં ચીલના છોડ મોટા પ્રમાણમાં ઉઘી નિકળી હશે. બજારમાં પણ હાલમાં શિયાળામાં મોટા પ્રમાણમાં ચીલની ભાજી નજર આવતી હોય છે. જેને આમ તો ઘાસ જેવી નજરથી જોતા હોય છે, પરંતુ ચીલની ભાજી ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામીન A, ફોસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે. આ ભાજીના પરાઠા થી લઈ શાક અને જ્યૂસ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

| Updated on: Dec 11, 2023 | 12:18 PM
Share
શિયાળાની શરુઆત સાથે જ હવે ચીલની ભાજી જોવા મળતી હોય છે. જેને અનેલ લોકો અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં એક ઘાસની નજરથી જોઈ ચૂક્યા હશે. પરંતુ ખેડૂતો સહિતનો મોટો વર્ગ ચીલમાં રહેલ તત્વોને લઈ તેનો ઉપયોગ કરતા હોય છે. પરાઠા થી લઈ શાક અને જ્યુસ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ચીલીયા પણ વઘારેલા બનાવીને ચા-નાસ્તામાં ઉપયોગ કરવામાં આવતા હોય છે.

1 / 7
ચીલની ભાજીમાં આયર્ન ઉપરાંત વિટામીન એ, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ સહિતના તત્વો ભરપૂર હોય છે. ચીલની ભાજી અનેક બિમારીયોમાં ખૂબ જ લાભદાયક હોય છે. અહીં જાણીશુ તેના ફાયદા વિશે.

2 / 7
આંમળાની જેમ વાળના રંગને કુદરતી બનાવી રાખવા માટે ચીલ ખૂબ જ ગુણકારી છે. ચીલના પાંદડાને કાચા ખાવાથી શ્વાસમાંથી આવતી વાસ દૂર કરવા સહિત પાયરીયા અને દાંતની અન્ય સમસ્યાઓમાં ફાયદાકારક રહે છે. કબજીયાત, ગઠીયા, લકવો, ગેસ સહિતની સમસ્યાઓમાં પણ રાહતરુપ છે.

3 / 7
ભૂખ ઓછી લાગવી કે, પાચનમાં સમસ્યા રહેવામાં મહત્વનુ કામ ચીલના પાન મનાય છે. લીમડાના ચાર પાંચ પાંદડાના રસ સાથે ચીલને ખાવામાં આવે તો લોહીને શુદ્ધ કરે છે અને સર્ક્યુલેશન સારુ કરે છે.

4 / 7
બાળકોમાં જો પેટના કીડા એટલે કે કરમીયાના બીમારીની સમસ્યા રહેતી હોય તો, કેટલાક દિવસ સુધી સળંગ ચીલની ભાજી ખવરાવવાથી મોટી રાહત સર્જાય છે. પેટના દર્દ માટે લાભદાયક ચીલ પેટના કીડાનો નાશ કરે છે.

5 / 7
ચીલને ઉકાળીને તેનો રસ બનાવીને કે પછી શાક બનાવીને ભોજનમાં લેવાથી ચામડીના રોગમાં ખૂબ જ રાહત આપે છે. ખાસ કરીને સફેદ ડાઘા અને ખંજવાળ સહિતમાં રાહત આપે છે.

6 / 7
કિડનીમાં ઈન્ફેક્શન અને પથરી માટે પણ ચીલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. હિમોગ્લોબિનની સમસ્યાને પણ દૂર કરવા માટે ચીલનો ઉપયોગ કરવો જોઈએ. પેશાબ રોકાઈને આવતો તો ચીલનો રસ પીવાથી ખુલીને યુરિન થઈ શકે છે. ઉપરાંત મહિલાઓને માસીક ધર્મમાં અનિયમિતતાથી દૂર કરવામાં રાહત આપે છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">