HDFC બેંકના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર, ડિવિડન્ડની કરાઈ જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. બેંકનો ત્રિમાસિક નફો અપેક્ષા કરતા નબળો રહ્યો છે. જોકે, વ્યાજની ચોખ્ખી આવક અપેક્ષા કરતાં સારી રહી છે. બેંકે શેરધારકો માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે.

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. બેંકનો ત્રિમાસિક નફો અપેક્ષા કરતા નબળો રહ્યો છે. જોકે, નેટ ઈન્ટ્રેસ્ટ આવક અપેક્ષા કરતાં સારી રહી છે. બેંકે શેરધારકો માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે.

HDFC બેન્કના બોર્ડે નાણાકીય વર્ષ 2024 માટે શેર દીઠ રૂ. 19.50ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. બેંકે કહ્યું કે આ આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.

બેંકે માહિતી આપી છે કે ઈક્વિટી શેર પર ડિવિડન્ડ મેળવવાની રેકોર્ડ તારીખ શુક્રવાર, 10 મે, 2024 છે. માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં બેંકનો નફો 16511.9 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીનો આ નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં 16372.5 કરોડ રૂપિયાથી ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 0.9 ટકા વધ્યો છે.

બેન્કનો શેર શુક્રવારે 2.64 ટકાના વધારા સાથે રૂ. 1,534.20 પર બંધ થયો હતો અને છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 8.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 1,757.50 છે.

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 40%ના ઉછાળા સાથે રૂ. 176.2 અબજ હતો. સ્ટેન્ડઅલોન ધોરણે બેંકનો ચોખ્ખો નફો 16511 કરોડ રૂપિયા હતો. કંપનીએ શેરધારકો માટે 1950 ટકાના બમ્પર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ અઠવાડિયે આ શેર 1531 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

BSE વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, HDFC બેન્કનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો 37.1%ના ઉછાળા સાથે રૂ. 16511 કરોડ રહ્યો. એક વર્ષ પહેલા તે 12047 કરોડ રૂપિયા હતો અને ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 16372 કરોડ રૂપિયા હતો. પીબીટી એટલે કે કર પહેલાંનો નફો રૂ. 15762 કરોડ હતો જે એક વર્ષ અગાઉ રૂ. 15935 કરોડ હતો અને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 19430 કરોડ હતો.






































































