જાણો વકીલ હરિ શંકર જૈન અને વિષ્ણુ જૈનના પરિવાર વિશે, આ બાપ-દિકરાની જોડીએ રામ મંદિર માટે લડ્યો કેસ
જાણો એવા પરિવાર વિશે જેમણે રામ મંદિરનો કેસ લડવા માટે એક પણ રુપિયો લીધો નહિ, પિતા પુત્ર બંન્ને છે વકીલ હરિશંકર જૈન જાણીતા વકીલ છે, તેમણે રામ જન્મભૂમિ માટે પણ કેસ લડ્યો હતો. આજે 100થી વધુ કેસ લડી ચૂક્યા છે.


વિષ્ણુ શંકર જૈનનો જન્મ 9મી ઑક્ટોબર 1986ના રોજ લખનૌ, ઉત્તર પ્રદેશમાં થયો છે જે એક જાણીતા વકીલ છે, મુખ્યત્વે સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે જાણીતા છે. તેઓ મુખ્યત્વે ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાન વાપી મંદિરનો કેસ લડવા માટે લોકપ્રિય છે.

એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના પિતા હરિ શંકર જૈન વકીલ છે. તેમણે 1976માં લખનૌ કોર્ટમાંથી તેમની વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી અને જેમ જેમ તેમની પ્રેક્ટિસ આગળ વધતી ગઈ તેમ તેમ તેમણે ધીમે ધીમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ લડવાનું શરૂ કર્યું.

સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ હરિશંકર જૈન 47 વર્ષથી કેસ લડે છે. પહેલા લખનઉ કોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના વકીલ બન્યા, તેનો દિકરો વિષ્ણુ શંકર જૈને 2010માં વકીલાતનો અભ્યાસ કર્યો ત્યારબાદ તે પિતાને મદદ કરવા લાગ્યા હતા.

ઉત્તરપ્રદેશમાં વર્ષોથી મંદિર-મસ્જિદ વિવાદ ચાલતો આવ્યો છે. આ તમામ કેસમાં 2 ચેહરા છે તે સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. આ પિતા-પુત્રની જોડી હિંદુ પક્ષ તરફથી કેસ લડતા જોવા મળ્યા છે. બંન્ને વકીલ છે

આજે અમે વાત કરી રહ્યા છે પિતા હરિ શંકર જૈન અને વિષ્ણુ શંકર જેનની આ પિતા-પુત્રની જોડી અત્યારસુધી અનેક કેસ લડી ચૂકી છે. આજે અમે તમને હરિ શંકર જૈનના પરિવાર વિશે જાણીએ.

હરિ શંકર જૈન ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના રહેવાસી છે. જાણકારી અનુસાર હરિ શંકર જૈન વકીલાત કરતા 47 વર્ષ થઈ ગયા છે. તેમણે 1976માં કાયદાનો અભ્યાસ શરુ કર્યો હતો.

તેમના પુત્ર વિષ્ણુ જૈનનો જન્મ 9 ઓક્ટોમ્બર 1986ના રોજ થયો છે. વિષ્ણુ પણ પિતાના પગલે ચાલ્યો અને તેમણે વર્ષ 2010માં લોની ડિગ્રી મેળવી. ત્યારબાદ એડવોકેટ તરીકેનું કરિયર શરુ કર્યું

ત્યારબાદ શ્રીરામ જન્મભુમિ મામલે પ્રેક્ટિસ શરુ કરી. હિંદુ ધર્મ સંબંધિત અંદાજે 102 કેસમાં હરિશંકર જૈન અને વિષ્ણુ જૈન લડ્યા છે. જેમાં સૌથી જૂનો કેસ વર્ષ 1990નો છે. ખાસ વાત તો એ છે કે, મોટાભાગના કેસ આ પિતા-પુત્રીની જોડીએ જીત્યા છે.






































































