શું ઐશ્વર્યા રાય પણ સલમાન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી ? ભાઈજાનની આ એક ભુલ લગ્નમાં બની અડચણ

સલમાન ખાન આજે તેનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે દબંગ ખાનનો જન્મ દિવસ હોય અને ઐશ્વર્યા રાયની ચર્ચા ન થાય એવુ તો કઈ રીતે બની શકે.

Dec 27, 2021 | 6:43 PM
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 27, 2021 | 6:43 PM

સલમાન અને ઐશ્વર્યા રાયના સંબંધોની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી. તે દરમિયાન ઐશ્વર્યાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં બંનેની જોરદાર કેમેસ્ટ્રીથી લઈને અલગ થવાના વિવાદ સુધી તેમના સંબંધો એક કોયડો બનીને રહ્યા હતા.

1 / 6
કહેવાય છે કે ઐશ્વર્યાને ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' સલમાનના કારણે મળી હતી. સંજય લીલા ભણસાલી સલમાનના નજીકના મિત્ર હતા અને તેમના કહેવા પર ઐશ્વર્યાને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હતી. અહીંથી બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઈ.

2 / 6

સલમાન અને ઐશ્વર્યાની જોડી એક સમયે સૌથી વધુ પસંદ કરવામાં આવતી જોડી હતી. પરંતુ સમયની સાથે તેમના સંબંધોમાં એવી કડવાશ આવી ગઈ કે આજે બંને એકબીજાનું નામ લેવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે પ્રશ્ન થાય કે એવુ તે શુ થયુ કે તેમના સંબંધોનો અંત આવ્યો?

3 / 6
કહેવાય છે કે એક દિવસ અડધી રાત્રે સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો અને જોરશોરથી તેનો દરવાજો ખટખટાવવા લાગ્યો. આ દરમિયાન સલમાનના હાથમાંથી લોહી પણ વહેવા લાગ્યુ હતુ. સલમાન ગુસ્સામાં આવી ગયો અને તેણે 19મા માળેથી કૂદી જવાની ઐશ્વર્યાને ધમકી આપી.

4 / 6
સલમાનના આ હંગામાનું કારણ કહેવાય છે કે તે ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ ઐશ્વર્યા તે સમયે લગ્ન કરવા માગતી ન હતી. વર્ષ 2002માં જ્યારે ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો ત્યારે આ સંબંધ વધુ વણસ્યો. બ્રેકઅપ બાદ પણ સલમાને ઐશ્વર્યાનો સાથ છોડ્યો ન હતો. એવુ કહેવામાં આવે છે કે બાદમાં સલમાન ખાન ઐશ્વર્યાની ફિલ્મોના સેટ પર જઈને ખૂબ જ હંગામો મચાવતો હતો.

5 / 6
આ ઘટના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને ઐશ્વર્યાએ મીડિયાની સામે સલમાન સાથે કામ ન કરવાની જાહેરાત કરી હતી.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati