Women’s health : જો પીરિયડ્સ સતત 3 મહિના સુધી ન આવે તો શું કારણ હોઇ શકે? ડોક્ટર પાસેથી જાણો
મહિલાઓને પીરિયડ્સ દર મહિને આવવા જરુરી છે. પીરિયડ સાઈકલ 21 દિવસથી 35 દિવસ વચ્ચેની હોવી જોઈએ. અનિયમિત પીરિયડ્સ પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. જેને નજર અંદાજ કરવા જોઈએ નહી. શું તમે જાણો છો કે, સતત 3 મહિના સુધી જો તમને પીરિયડ્સ ન આવે તો શું થાય ?

પીરિયડ્સ સ્કિપ હોવા પાછળ અનેક કારણો હોય શકે છે. જો તમે બાળકનો પ્લાનિંગ કરી રહ્યા છો. તો પીરિયડ્સનું સ્કિપ થવું એ પ્રેગ્નન્સીનો સંકેત હોય શકે છે. કોઈ પણ મહિલા માટે દર મહીને પીરિયડ્સ સમયસર આવવા ખુબ જરુરી છે. જો તમને 21-35 દિવસની વચ્ચે પીરિયડ્સ આવે છે. તો આ સામાન્ય છે અને આને આનિયમિત પીરિયડ્સ કહી શકાય નહી.

જો પીરિયડ્સ 21 દિવસથી ઓછા સમયમાં આવે કે,35 દિવસથી વધારે સમય લાગે તો આને પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. જેના પર ધ્યાન આપવું જરુરી છે. પીરિયડ્સ સમય પર ન આવે તો શરીરમાં હોર્મોન ઈન્બેલેન્સ તરફ ઈશારો કરે છે. જો તમે પીરિયડ્સને લઈ અનિયમિત રહો છો. કે સ્કિપ થાય છે. તો આ યોગ્ય નથી.

શું તમને ખબર છે કે, જો તમને સતત 3 મહિના સુધી પીરિયડ્સ ન આવે તો શું થાય ? તો ચાલો આના વિશે આપણે એક્સપર્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.

એક્સપર્ટનું કહેવું છે કે, સૌથી પહેલા તમારે 3 મહિનાની રાહ જોવી જોઈએ નહી. જો 1 મહીના પીરિયડ્સ ન આવે તો ડોક્ટરની સલાહ લેવી જરુરી છે. પીરિયડ્સનું સ્કિપ થવું યોગ્ય નથી. જો આપણે વાત 3 મહિના સુધી પીરિયડ્સ ન આવવાની કરીએ તો તેને એમેનોરિયા કહેવામાં આવે છે.

પ્રેગ્નન્સી અને મેનોપોઝમાં આ વાત સામાન્ય છે. પરંતુ જો આ સિવાય તમને 3 મહીના સુધી પીરિયડ્સ આવતા નથી. તો તે ચિંતાનો વિષય છે. જો તમારી ઉંમર 16 વર્ષથી ઓછી છે. તો તેને પ્રાઈમરી એમેનોરિયા કહેવામાં આવે છે.

તે જ સમયે, જો કોઈ સ્વસ્થ ચક્રની વચ્ચે અચાનક માસિક સ્રાવ બંધ થઈ જાય અને 3 મહિના સુધી માસિક સ્રાવ ન આવે, તો તેને ગૌણ એમેનોરિયા કહેવામાં આવે છે. આ પ્રજનન અંગોમાં કોઈ વિકૃતિને કારણે થઈ શકે છે.

એમેનોરિયામાં પીરિયડ્સ ન આવવા ઉપરાંત, વાળ ખરવા, માથાનો દુખાવો, ચહેરાના વાળ, ખીલ અને પેલ્વિક વિસ્તારમાં બળતરા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ કેટલીક વખત ગર્ભનિરોધક દવાઓ લેવાને કારણે પણ થાય છે.

નિષ્ણાતો કહે છે કે, સતત 3 મહિના સુધી પીરિયડ્સ ન આવવાએ સ્વાસ્થ્યપ્રદ સંકેત નથી. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































