Women’s health : મહિલાઓને પીરિયડ્સ પહેલા કેમ લાગે છે થાક ? શું છે ચિંતાનું કારણ જાણો
પીરિયડ્સ પહેલા હંમેશા મહિલાઓને થાક, પાચનસંબંધીત સમસ્યાઓ અને માથાનો દુખાવો જેવા લક્ષણોનો સામનો કરવો પડે છે.આની અસર ઈમોશનલ હેલ્થ પર પણ જોવા મળે છે.શું તમને પીરિયડ્સ પહેલા થાક લાગે છે? જાણીએ વિસ્તારથી.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, પીરિયડ્સમાં મૂડ સ્વિંગ, પેટનું ફૂલવું અને પગમાં દુખાવો જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ સમય દરમિયાન, કેટલીક સ્ત્રીઓ થાક અને નબળાઈ પણ અનુભવે છે.

પીરિયડ્સને કારણે શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય છે. આના કારણે પણ કેટલીક સ્ત્રીઓ નબળાઈ અને થાક અનુભવે છે. એટલું જ નહીં, કેટલીક સ્ત્રીઓને પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં જ થાક લાગવા લાગે છે. પરંતુ શું તમે આનું કારણ જાણો છો?

પીરિયડ્સ પહેલાં થાકની સમસ્યાને પ્રીમેસ્ટ્રુઅલ ફેટિંગ કહેવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં જ આ સમસ્યા થવા લાગે છે. આ સમસ્યા હોર્મોન્સમાં ફેરફારને કારણે થાય છે.

આ સમસ્યા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સમાં ઘટાડો થવાને કારણે થાય છે.અપૂર્ણ ઊંઘ, ડિહાઇડ્રેશન, આયર્નની ઉણપ અને વધતો તણાવ પણ આનું કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, સ્ત્રીઓ ખૂબ થાક અનુભવે છે

પ્રીમેસ્ટ્રુઅલ ફટિંગની સમસ્યાથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ ચાલો જાણીએ. પ્રીમેસ્ટ્રુઅલ ફટિંગથી બચવા માટે ડાયટને બેલેસન્સ રાખો. આ માટે તમારા ડાયટમાં આયરન, મેગ્નીશિયમ અને પ્રોટીન સામેલ કરો. આનાથી એનર્જી લેવલ મેન્ટેન રહેશે અને થાક પણ લાગશે નહી.

ડિહાઈડ્રેશનના કારણે નબળાઈ અને થાક લાગે છે. આ માટે હાઈડ્રેશન હંમેશા મેન્ટેન રાખે. દિવસભર પર્યાપ્ત માત્રામાં પાણી પીઓ. તેમજ ડાયટમાં લિક્વિડ વધારે લો. આનાથી એનર્જી લેવલ મેન્ટેન રહેશે અને નબળાઈ રહેશે નહી.

પીરિયડ્સ શરુ થતાંના થોડા દિવસ પહેલા મહિલાઓને મૂડ સ્વિંગ્સ શરુ થઈ જાય છે. જેમાં તેની સ્લીપ સાઈકલ પણ ખરાબ થવા લાગે છે પરંતુ આનાથી શરીરમાં કમજોરી અને સુસ્તી પણ વધવા લાગે છે. આ માટે તમારા સ્લીપ શેડ્યુલ પર ધ્યાન આપો. આરામ કરો અને પુરતી માત્રામાં ઊંઘ લો.

પીરિયડ્સ દરમિાન એનર્જી લેવલ મેન્ટેન રાખવા માટે એક ફિઝિકલ એક્ટિવિટી કરો, રોજ યોગ કે વોક કરવાનું રાખો.આનાથી બ્લડ સર્કુલેશન ઈમ્પ્રુવ થાય છે અને થાક પણ ઓછો લાગેછે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
