Women’s health : શું અપુરતી ઊંઘ પીરિયડ્સને અનિયમિત કરી શકે છે? ડૉક્ટર પાસેથી જાણો
શું તમે જાણો છો કે, ઊંઘની સીધી અસર તમારા પીરિયડ્સ પર પડે છે? આ કારણે ન માત્ર તમારા પીરિયડ્સ અનિયમિત થાય પરંતુ પીરિયડ્સ ફ્લો પણ પ્રભાવિત થાય છે. જો તમે 6 કલાક કે પછી તેનાથી ઓછી ઊંઘ લો છો, તો બની શકે તમારા પીરિયડ્સ અનિયમિત થાય

પીરિયડ્સ અનિયમિત થવા પાછળ અનેક કારણો હોય શકે છે. શરીરમાં જરુરી ન્યુટ્રિશન્સની ઉણપ, અનહેલ્ધી લાઈફસ્ટાઈલની ખોટી આદત અને સ્ટ્રેસ સહિત અનેક કારણો અનિયમિત પીરિયડ્સ માટે જવાબદાર બની શકે છે. પીરિયડ્સ મહિલાઓમાં થતી સામાન્ય પ્રકિયા છે.

પરંતુ મોટાભાગની મહિલાઓ આ વાતથી અજાણ હોય છે.આ બધી ખરાબ આદત અને ઊંઘની ઉણપ પીરિયડ્સને પ્રભાવિત કરે છે. આ કારણે માત્ર પીરિયડ્સ ડિલે થઈ શકે છે અને સાથે પીરિયડ ફ્લો પર આની અસર પડે છે. ઊંઘની ઉણપનું પીરિયડ્સની સાઈકલ પર શું અસર થાય છે. તો ચાલો આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ.

ઊંઘનો અભાવ અનિયમિત પીરિયડ્સનું કારણ બની શકે છે, જો તમે પુરતી ઊંઘ લેતા નહી તો આના કાણે શરીરમાં હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે. ઊંઘની ઉણપના કારણે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોલ સહિત અન્ય હોર્મોન્સ પર અસર થાય છે.

આ હોર્મોન્સ મહિલાઓના પીરિયડ્સને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે આ હોર્મોન્સના સ્તરમાં વધઘટ થાય છે, ત્યારે તે પીરિયડ્સ પર સીધી અસર કરે છે. ઊંઘના અભાવે, તમારા પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે.

જો તમે 6 કલાક કે પછી તેનાથી ઓછી ઊંઘ લો છો, તો બની શકે તમારા પીરિયડ્સ અનિયમિત થાય. આટલું જ નહી ઊંઘની ઉણપથી થનારા હોર્મોનલ અસંતુલન પણ પીરિયડ્સને અસર કરે છે.

ઊંઘની ઉણપના કારણે સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે. આ કારણે પીરિયડ્સની સાઈકલ અને રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રભાવિત થાય છે. જો તમે પુરતી ઊંઘ લઈ રહ્યા નથી તો મોડી રાત્ર સુધી જાગી રહ્યા છે અને સવારે મોડા ઉઠી રહ્યા છો તો આની અસર પણ તમારી પીરિયડ્સ સાઈકલ પર પડે છે.

આ સિવાય ઊંઘની ઉણપથી મેટાબોલિઝ્મ અને ઈંસુલિન રેજિસ્ટેસ પર અસર થાય છે. આનાથી મોટાપો અને પીરિયડ્સ સાઈકલ પ્રભાવિત થાય છે.ઊંઘની ઉણપ ઉપરાંત, તણાવ અને વિટામિન ડી અને વિટામિન બી12 સહિત ઘણા જરૂરી પોષક તત્વોનો અભાવ પણ તમારી પીરિયડ્સ સાઈકલને અસર કરી શકે છે.

જો તમે લાંબા સમયથી સ્ટ્રેસમાં છો. તો આ કારણે પીરિયડ્સ ડિલે કે પછી જલ્દી આવી શકે છે. 21 દિવસ કે 35 દિવસથી ઓછા સમયની પીરિયડ્સ સાઈકલ અનહેલધી માનવામાં આવે છે અને આને અનિયમિત પીરિયડ્સ માનવામાં આવે છે.

ઊંઘનો અભાવ પીરિયડ્સ પર સીધી અસર કરે છે. આવી સ્થિતિમાં, સ્વસ્થ પીરિયડ્સ ચક્ર માટે, સારી ઊંઘ, યોગ્ય આહાર અને તણાવથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
