Women’s health : શું પીરિયડ્સ પહેલા કે પછી સ્પોટિંગ સામાન્ય છે કે કોઈ બીમારીની નિશાની છે? ડૉક્ટર પાસેથી જાણો
શું તમને પીરિયડ્સના થોડા દિવસો પહેલા કે પછી સ્પોટિંગનો અનુભવ થાય છે? શું આ સામાન્ય છે કે તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર છે, ચાલો આ ડૉક્ટર પાસેથી સમજીએ.

પીરિયડ્સમાં મહિલાઓને દુખ નોર્મલ હોય છે. શું PMS લક્ષણો વિશે તમારે ચિંતા કરવી જોઈએ અથવા પીરિયડ્સ દરમિયાન કયા પ્રકારનો રક્તસ્ત્રાવ ગંભીર હોઈ શકે છે, એવી ઘણી બાબતો છે જેના વિશે સ્ત્રીઓના મનમાં હજુ પણ પ્રશ્નો હોય છે અને ખચકાટને કારણે તેઓ આ પ્રશ્નો પૂછી શકતી નથી.

આવું પીરિયડ્સ પહેલા કે પછી સ્પોર્ટિંગને લઈને પણ છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સના થોડા દિવસ પહેલા સ્પોર્ટિંગ થાય છે તો કેટલાકને પીરિયડ્સ બાદ સ્પોર્ટિંગ થાય છે. કેટલીક વખત મહિલાઓને વચ્ચે સાઈકલમાં પણ સ્પોટિંગ ફીલ થાય છે.

શું આ નોર્મેલ છે કે પછી આને લઈ પરેશાન થવાની જરરુ છે. ચાલો એક્સપર્ટ પાસેથી જાણીએ.

એક્સપર્ટનું કહેવું છે કે, પીરિયડ્સથી 1-2 દિવસ પહેલા થનારી સ્પોટિંગ સંપૂર્ણ રીતે નોર્મલ છે પરંતુ જો તમને પીરિયડ્સના 3-4 દિવસ પહેલા સ્પોર્ટિંગ થઈ રહ્યું છે તો નોર્મલ નથી.

જો પીરિયડ્સ પૂર્ણ થવાના એક થી 2 દિવસ વચ્ચે તમને સ્પોર્ટિંગ ફીલ થાય તો,નોર્મલ બ્લડ આવે તો આ નોર્મલ છે પરંતુ 4-5 દિવસ સુધી આવું રહે તો. તમારે આને નંજર અંદાજ કરવો જોઈએ નહી.

પીરિયડ્સ શરુ થતાં પહેલા થનારી સ્પોર્ટિંગ પીરિયડ્સ આવવાના સંકેત પણ હોય શકે છે. પીરિયડ્સ પૂર્ણ થયાપછી, ક્યારેક થોડું લોહી અંદર રહે છે, જે સ્પોટિંગ તરીકે બહાર આવે છે.

કેટલીક મહિલાઓને મિડ સાઈકલ એટલે કે, ઓવ્યુલેશન દરમિયાન સ્પોર્ટિંગ થઈ જાય છે. જે સંપૂર્ણ રીતે નોર્મલ છે અને તમારે આને લઈ પરેશાન થવાની બિલકુલ જરુરત નથી.

કેટલીક વખત સ્પોર્ટિંગ હોર્મોનલ બદલાવોના કારણે પણ થઈ શકે છે. આ ઈન્ફેક્શન કે કોઈ બીમારીના સંકેત પણ હોય શકેછે. જો તમને સ્પોર્ટિંગ થઈ રહ્યું છે. તો ડોક્ટરનો સંપર્ક જરુર કરો.

પીરિયડ્સ સાથે જોડાયેલા કોઈ પણ લક્ષણને નજરઅંદાજ ન કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
