વિશ્વ આરોગ્ય સંંસ્થા
વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પર વિશ્વના દેશો વચ્ચે પરસ્પર સહકાર અને સ્વાસ્થ્ય સંબંધિત માનવ સમજ વિકસાવવા માટેનું સંગઠન છે. વિશ્વ આરોગ્ય સંસ્થામાં 194 સભ્ય દેશો અને 2 સહયોગી સભ્યો છે. આ સંસ્થાની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. તેનો ઉદ્દેશ્ય વિશ્વના લોકોના સ્વાસ્થ્યનું સ્તર વધારવાનો છે. WHO નું મુખ્યાલય સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. ભારત પણ વિશ્વ આરોગ્ય સંસ્થાનો સભ્ય દેશ છે અને ભારતમાં તેનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે.