Women’s health : PCODને સરળતાથી કંટ્રોલ કરો, એક્સપર્ટે જણાવેલી આ ટિપ્સને ફોલો કરો
PCOD એક હોર્મોલનલ સમસ્યા છે. જેમાં મહિલાઓને ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પરંતુ લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવાથી આનાથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો આપણે વિસ્તારથી વાત કરીએ.

PCOD એટલે કે, પોલી સિસ્ટક ઓવેરિયન રોગ આ એક હોર્મોનલ સમસ્યા છે. જે મહિલાઓમાં પ્રજનન આયુ દરમિયાન સામાન્ય રીતે થાય છે. ખરાબ લાઈફસ્ટાઈલ આનું એક મોટું કારણ છે. આજકાલ મહિલાઓ જલ્દી પીસીઓડીની ઝપેટમાં આવી જાય છે.

જેમાં અંડાશયમાં નાના-નાના સિસ્ટ બની જાય છે. જે અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. આ કારણે અનિયમિત પીરિયડ્સ ,વજન વધવો. વાળ ખરવા, થાક લાગવો જેવી સમસ્યાઓ જોવા મળે છે.

પીસીઓડીને ઓછું કરવા માટે હંમેશા મહિલાઓ ટ્રીટમેન્ટનો સહારો લેતી હોય છે. પરંતુ લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરી આને રિવર્સ કરી શકાય છે. આ વિશે આપણે હેલ્થ એક્સપર્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.

તમારા ડાયટમાંથી સૌથી પહેલા જંક અને અનહેલ્ધી પદાર્થોને નીકાળો. આ તમારા સ્વાસ્થય પર ખરાબ અસર નાંખી શકે છે અને તમારું સ્વાસ્થ પણ બગડી શકે છે.

તમારે તમારા આહારમાં તાજા ફળો અને સલાડ સામેલ કરવું જોઈએ. પાણીનું સેવન વધારે કરો, કરાણ કે, આનાથી શરીરને હાઈડ્રેટેડ રાખવા અને મેટાબોલિઝ્મને સુધારવામાં મદદ મળે છે.

દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ સુધી તડકામાં રહો. આનાથી માત્ર વિટામિન જ નહી મળે પરંતુ હોર્મોનને સંતુલન કરવામાં મદદ કરશે.સૌથી જરુરી વાત એ છે કે, દરરોજ કસરત કરવાની આદત પાડો, આ માત્ર તમને ફિટ જ નહી રાખે પરંતુ માનસિક અને હોર્મોનલ સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે.

દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ સુધી તડકામાં રહો. આનાથી માત્ર વિટામિન જ નહી મળે પરંતુ હોર્મોનને સંતુલન કરવામાં મદદ કરશે.સૌથી જરુરી વાત એ છે કે, દરરોજ કસરત કરવાની આદત પાડો, આ માત્ર તમને ફિટ જ નહી રાખે પરંતુ માનસિક અને હોર્મોનલ સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
