Women’s health : શું તમે 35 વર્ષની ઉંમર પછી બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો? જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તેના માટે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જરુર ફોલો કરો. પ્રેગ્નન્સી માટે 20 વર્ષથી 30 વર્ષની ઉંમર બેસ્ટ માનવામાં આવે છે પરંતુ આજે મોટાભાગના લોકો 35 વર્ષની ઉંમર પછી બાળકનું પ્લાનિંગ કરતા હોય છે. તો ચાલો કોઈ વાતનું ધ્યાન રાખવું જરુરી છે.

માતા બનવું દરેક મહિલાની લાઈફમાં એક સૌથી મોટી ખુશી હોય છે પરંતુ આ ખુશી સાથે કેટલીક જવાબદારીઓનો પણ સમય આવે છે. પ્રેગ્નન્સી માટે બેસ્ટ ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે માનવામાં આવે છે. જોકે એવું નથી કે આ પછી તમે ગર્ભધારણ કરી શકતા નથી, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજના સમયમાં મોટાભાગની મહિલાઓ ઘરની બહાર અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું નામ કમાય રહી છે. ત્યારે મોડા લગ્ન કરવા કે, મોડું બેબી પ્લાનિંગ કારણ બને છે. કેટલીક મહિલાઓ 35 વર્ષની ઉંમરમાં બાળકનું પ્લાનિંગ કરે છે. આ સિવાય કેટલીક મહિલાઓમાં હેલ્થ પ્રોબ્લેમના કારણે તે એક ઉંમર બાદ બાળકનું પ્લાનિંગ કરે છે.

આજે આપણે નિષ્ણાતો પાસેથી જાણીશું કે, જો તમે 35 વર્ષની ઉંમરે પહેલીવાર Pregnancy Phases હોવ તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો કહે છે કે, જો કોઈ મહિલા 35 વર્ષની ઉંમર પછી બેબી પ્લાનિગનું આયોજન કરી રહી હોય, તો તે મહિલાઓને એલ્ડર્લી ગ્રેવિડા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે, જેમની ઉંમર થોડી મોટી છે અને તેઓ પહેલી વાર બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે.

આ માટે પ્રી કોન્સેપ્શન કાઉન્સલિંગની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં વ્યક્તિએ ગાયનેકોલોજિસ્ટને તેમની મેડિકલ કંડીશનની ઓપ્ટીમાઈઝેશન માટે મળવું જોઈએ. જેમને બીપી કે શુગર છે, તેને કંટ્રોલ કરી શકે.તેમની તબીબી સ્થિતિને ઑપ્ટિમાઇઝ કરવા માટે સ્ત્રીરોગચિકિત્સકને મળવું જોઈએ. જેમ કે જો બ્લડ પ્રેશર કે સુગર હોય જેથી તેને નિયંત્રિત કરી શકાય.

બાળકનું આયોજન કરતા પહેલા, તમારા લોહીનું સ્તર તપાસો અને જો તમારા હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય, તો બેબી પ્લાનિંગ કરતા પહેલા તેને સુધારવાનો પ્રયાસ કરો. એનિમિયા માત્ર અકાળ જન્મનું જોખમ જ નહીં, પણ બાળકમાં ઓછું વજન અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

જો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારી લાઈફસ્ટાઈલ આહાર, સારી ડાયટનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો.ફોલિક એસિડ ગર્ભધારણ પહેલા મહિનેમાં ખુબ જરુરી હોય છે. આ માટે જ્યારે પણ તમે બેબી પ્લાનિંગ કરવાનું શરુ કરો છો તો. દરરોજ 5 મિલીગ્રામ ફોલિક એસિડ લેવાનું શરુ કરો.

પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને કેલ્શિયમની જરૂરિયાત બમણી થઈ જાય છે, જે પ્રેગ્નન્સી દરમિયાન અને પછી કમરના દુખાવામાં રાહત આપવામાં અને લોહીમાં કેલ્શિયમનું સ્તર જાળવવામાં મદદ કરે છે.

બેબી પ્લાનિગ કરતી વખતે, તમે હિમોગ્લોબિનનું સ્તર ચકાસીને, તમારા વજનને નિયંત્રણમાં રાખીને, બ્લડ સુગર, બ્લડ પ્રેશર અને થાઇરોઇડના સ્તરનું નિરીક્ષણ કરીને સ્વસ્થ પ્રેગ્નન્સીને પ્રોત્સાહન આપી શકો છો.

જો તમે 35 વર્ષની ઉંમરે પહેલી વાર માતા બનવાના છો, તો નિષ્ણાતો કહે છે કે તમારે થોડી વધુ કાળજી લેવાની જરૂર છે. આવી સ્થિતિમાં, અલ્ટ્રાસાઉન્ડ પહેલા કરાવવું જોઈએ, કારણ કે આ દર્દીઓમાં ફાઇબ્રોઇડ્સનું પ્રમાણ વધુ જોવા મળે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
