Women’s health : શું મેનોપોઝ દરમિયાન શારીરિક સંબંધ બાંધી શકાય, જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે
મેનોપોઝના કારણે મહિલામાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જાય છે. જેનાથી વજાઈનલ ડ્રાઈનેસ વધી શકે છે. આવી સ્થિતિમાં શારીરિક સંબંધ એક પીડાદાયક પ્રક્રિયા બની શકે છે. તો આ વિશે ગાયનેકોલોજિસ્ટ શું કહે છે. ચાલો જાણીએ.

આજે ગાયનેકોલોજિસ્ટ ટિપ્સમાં એક એવા ટોપિક પર વાત કરીશું. જે દરેક મહિલાએ જાણવી જરુરી છે. મેનોપોઝ દરમિયાન મહિલાઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં હોટ ફ્લૈશેઝ, મૂડ સ્વિંગ વગેરે સામેલ છે.એવું પણ માનવામાં આવે છે કે, મેનોપોઝના કારણે મહિલાઓને લો-શારીરિક સંબંધનો પણ સામનો કરવો પડે છે. આવું થવા પર મહિલાઓની મેરિડ લાઈફ પર નેગેટિવ અસર પડી શકે છે. કેટલીક મહિલાઓને મેનોપોઝના કારણે શારીરિક સંબંધ દરમિયાન દુખાવાનો પણ સામનો કરવો પડે છે.

શું મહિલાઓને મેનોપોઝને કારણે ખરેખર શારીરિક સંબંધ દરમિયાન દુખાવો થાય છે કે પછી આ ફક્ત કેટલીક મહિલાઓને જ થાય છે? એક વાત સ્પષ્ટ છે કે, મેનોપોઝના કારણે લો-શારીરિત ડ્રાઈવ (સ્ત્રીઓમાં કામવાસના ઓછી થવી)ની સમસ્યા થાય છે.

ખાસ કરીને એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર જલ્દી ઓછું થવા લાગે છે. એસ્ટ્રોજનનું એક હોર્મોન છે. જે મહિલાઓની વજાઈનાને લુબ્રિકેશનમાં મદદ કરે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે, કેટલીક મહિલાઓ માટે મેનોપોઝ બાદ શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવાનો સામનો કરવો પડે છે. આ એક સામાન્ય વાત છે. જો દુખાવો વધારે થાય છે તો શારીરિક સંબંધ બાંધવાથી બચો.

પરંતુ તમને જણાવી દઈએ કે, મેનોપોઝ બાદ ઈન્ટીમેન્સીને તમારા જીવનનો એક ભાગ બનાવવો મહત્વપૂર્ણ છે. આ બ્લેડ ફ્લોમાં સુધારો કરે છે, જે બદલામાં યોનિમાર્ગના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

મેનોપોઝ બાદ એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જવાના કારણે મહિલાઓની યોનિમાં ડ્રાઈનેસ આવી જાય છે. આ કારણે શીરિક સંબંધ પેનફુલ બની જાય છે. જો મહિલાઓ શારીરિક સંબંધ બાંધ્યા પહેલા લુબ્રિકેટનો ઉપયોગ કરે છે. તો તેના માટે સરળ બનાવી શકે છે.

મેનોપોઝ બાદ વજાઈનલ ડ્રાયનેસને દુર કરવા માટે તમે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

પરંતુ આ સંદર્ભમાં, જો તમે એક વાર ડૉક્ટરની સલાહ લો અને પછી જ કોઈપણ મોઇશ્ચરાઇઝર લગાવો તો વધુ સારું રહેશે.

ઓરલ એસ્ટ્રોજન યોનિમાર્ગની ડ્રાયનેસને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

જોકે, તેને જાતે ન ખરીદો. જ્યારે યોનિમાર્ગની ડ્રાયનેસ વધી જાય છે, ત્યારે તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરી શકે છે. તેથી પહેલા નિષ્ણાતની સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
