Women’s health : શું તમને કસુવાવડ પછી અનિયમિત પીરિયડ્સ આવે છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો કારણ
કસુવાવડ પછી મહિલાઓને અનિયમિત પીરિયડ્સ આવવાએ સામાન્ય વાત છે. પરંતુ આનું મુખ્ય કારણ હોર્મોનમાં ફેરાફાર થવો છે. તો આજે અમારી ગાયનેકોલોજિસ્ટ સીરિઝમાં આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

કસુવાવડ મહિલાઓને માત્ર માનસિક રુપથી જ નહી પરંતુ શારીરિક રુપથી પણ નબળો કરી દે છે. કસુવાવડ પછી મહિલાઓ વધારે નબળી અને તેમને થાક લાગવા લાગે છે. આ દરમિયાન જો મહિલાઓ પુરતો આરમ કરતી નથી. કે પછી યોગ્ય સારવાર લેતી નથી તો ભવિષ્યમાં તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કેટલીક મહિલાઓને કસુવાવડ પછી પીરિયડ્સ સાથે જોડાયેલા પ્રોબ્લેમ શરુ થાય છે. તેની ફરિયાદ હોય છે કે, તેને રેગ્યુલર પીરિયડ્સ આવતા નથી. કેટલીક મહિલાઓને આ સમયે પીરિયડ્સ ક્રૈમ્પસ થાય છે. તો કેટલીક મહિલાઓ હેવી બ્લીડિંગનો પણ સામનો કરે છે.

કસુવાવડ પછી અનિયમિત પીરિયડ્સ આવવાનું કારણ આપણે જાણીએ તો. એક વાત ખાસ ધ્યાન રાખો કે, કસુવાવડ પછી મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે. જેમાં હોર્મોનમાં ફેરફાર પણ સામેલ છે.

કસુવાવડના કારણે મહિલાના શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જાય છે. આ કારણે તેણે કસુવાવડ પછી કેટલાક સમય સુધી અનિયમિત પીરિયડ્સનો સામનો કરવો પડે છે.

જે મહિલાઓને થાઈરોડ જેવી મેડિકલ કંડીશન છે. તેને પણ મિસકેરેજ પછી અનિયમિત પીરિયડ્સની સમસ્યા થાય છે. સામાન્ય રીતે આ સમસ્યા સાથે ઝઝુમી રહેલી મહિલાઓને 3 થી 6 અઠવાડિયા બાદ પીરિયડ્સ શરુ થાય છે. જો તમારા પીરિયડ્સ 3 થી 6 મહિના બાદ પણ સામાન્ય નથી તો એક વખત ડોક્ટરની જરરુ મુલાકાત લો.

કસુવાવડ પછી ગર્ભાશય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે, યુટરીન લાઈનિંગમાંથી લોહી નીકળવું તેમજ પ્રેગ્નન્સીના ટિશ્યુઝ બહાર નીકળ્યા બાદ અનિયમિત પીરિયડ્સની સમસ્યા થઈ શકે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ આ સમસ્યા ઓછી થઈ શકે છે.

જો કસુવાવડ પછી મહિલાઓને કોઈ પણ સ્વાસ્થ સંબંધી પરેશાની છે. તો તેને અવગણશો નહી અને જલ્દી ડોકટકનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
