ગુજરાતી કોરિયોગ્રાફર અંકુર પઠાણે પ્રજાસત્તાક દિવસની પરેડમાં રચ્યો ઈતિહાસ
દિલ્હીમાં કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં, મૂળ ગુજરાતી એવા અમદાવાદના કોરિયોગ્રાફર અંકુર પઠાણે નવો ઈતિહાસ રચ્યો છે. 26 જાન્યુઆરીની પરેડમાં "જયતિ જય મામહ ભારતમ" ના સહ-નૃત્યલેખન દ્વારા પોતાની સિદ્ધિમાં વધુ એક કલગી ઉમેરી છે.


દિલ્હીમાં યોજાયેલ પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ થયેલ, જયતિ જય મામહ ભારતમ નૃત્ય લાખો લોકોએ જોયું હતું. આ શાનદાર કાર્યક્રમમાં ભારતભરના 50 થી વધુ નૃત્ય સ્વરૂપો રજૂ કરવા માટે 5,000 થી વધુ લોક અને આદિવાસી કલાકારોએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય કેબિનેટ મંત્રીઓ દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન અને ઉપસ્થિત સૌ કોઈ દ્વારા પ્રજાસત્તાક દિવસ પરેડ વિશેષ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું.

અકુંર પઠાણે સિદ્ધિ બાદ કહ્યું કે, રાષ્ટ્રીય પરેડના ઐતિહાસિક કાર્યક્રમનો ભાગ બનવા બદલ હું ખૂબ જ આનંદીત છું, સૌથી મોટા ભારતીય લોક વિવિધતા નૃત્ય માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે.

અકુંર પઠાણે કહ્યું કે, ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધતાને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરવાની જીવનમાં તક મળી હતી.

આ કાર્યક્રમમાં અંકુર પઠાણનું યોગદાન વિવિધ પ્રદેશો અને પૃષ્ઠભૂમિના કલાકારોને એકીકૃત અને આકર્ષક પ્રદર્શન બનાવવા માટે એકસાથે લાવવામાં મહત્વપૂર્ણ હતું. તેમની કુશળતા અને સર્જનાત્મક દ્રષ્ટિએ ભારતના વિવિધ સાંસ્કૃતિક દોરાને એકસાથે ગૂંથવામાં મદદ કરી, જે દેશના સમૃદ્ધ વારસા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રદર્શન કરે છે.

અંકુર પઠાણે, અન્ય પ્રખ્યાત કોરિયોગ્રાફરો, તેમના ગુરુ કલ્પેશ દલાલ, સુભાષ નકાશે,સંજય શર્મા અને રણજીત ગોગોઈ સાથે મળીને SNA ના અધ્યક્ષ ડૉ. સંધ્યા પુરેચાજીના સુદઢ નિર્દેશનમાં આ ભવ્ય પ્રદર્શનની કલ્પના અને કોરિયોગ્રાફી કરી હતી
ગણતંત્ર દિવસના અન્ય સમાચારો જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

































































