GSTમાં ફેરફારને કારણે શેરબજારમાં તોફાની તેજી ! ઓટોથી લઈને ફાઈનાન્સ, જાણો કઈ કંપનીના શેર બન્યા રોકેટ
ગુરુવારે સરકારના GST સુધારાની શેરબજાર પર મોટી અસર પડી અને સેન્સેક્સ-નિફ્ટી તોફાની તેજી સાથે ખુલ્યો. જે શેરોમાં સૌથી વધુ વેચાણ થયું તેમાં ઓટો અને ફાઇનાન્સ શેર તેમજ FMCG કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.

બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં સ્લેબમાં ફેરફારથી લઈને GST દરમાં ઘટાડા સુધીના તમામ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે અને આ ફેરફારોની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે.

ગુરુવાર, 12 સપ્ટેમ્બરના રોજ સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો. ઘણી કંપનીઓને નવા ઓર્ડર મળ્યા અને ટ્રેડિંગ વોલ્યુમમાં ઉછાળો આવતા નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 3% વધ્યો છે. GRSE અને MTAR ટેક્નોલોજીસ 6% સુધી વધ્યા, જ્યારે માઝાગોન ડોક, એસ્ટ્રા માઇક્રોવેવ, પારસ ડિફેન્સ અને BEML પણ 4-5% વધ્યા છે. આ સાથે, ડિવિડન્ડની રેકોર્ડ તારીખો અને મજબૂત ઓર્ડર બુક્સે ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે.

GRSE +6% (₹2,490.20), આજે ડિવિડન્ડની રેકોર્ડ ડેટ ₹4.9/શેર. MTAR ટેક્નોલોજીસ +6% (₹1,619), બ્લૂમ એનર્જી તરફથી $43.87 મિલિયન (~₹386 કરોડ) ઓર્ડર, વોલ્યુમ 3x. એસ્ટ્રા માઇક્રોવેવ +5%. માઝાગોન ડોક +4%, ડિવિડન્ડ ₹2.71/શેર, રેકોર્ડ તારીખ 19 સપ્ટેમ્બર છે.

બીજી તરફ, NSE નિફ્ટીએ પણ મજબૂત શરૂઆત કરી અને 24,980.75 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જે તેના અગાઉના બંધ 24,715.05 ની તુલનામાં વધારા સાથે હતું.

બજારમાં તેજી વચ્ચે સૌથી વધુ ચાલનારા શેરોની વાત કરીએ તો, લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 7.10%, બજાજ ફાઇનાન્સના શેર 5%, બજાજ ફિનસર્વના શેર 3.20%, ITCના શેર 2.30% અને HULના શેર 2.20% ના ઉછાળા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા.

આ ઉપરાંત, મિડકેપ કંપનીઓમાં સમાવિષ્ટ એસ્કોર્ટના શેર 8.87%, ફર્સ્ટક્રાયના શેર 5.46%, પોલિસી બજારના શેર 4.66%, જ્યુબિલી ફૂડ્સના શેર 3.14% ના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. સ્મોલ કેપ કંપનીઓમાં અતુલ ઓટોના શેરમાં 10.05% અને કેમ્પસના શેરમાં 6.77% નો વધારો જોવા મળ્યો.
Gold Price Today : GSTમાં સુધારા વચ્ચે સોનાના ભાવમાં ધરખમ વધારો, ચાંદી પણ થઈ ગઈ મોંઘી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
