IPO ભરતા લોકો માટે સારા સમાચાર, વધુ એક સોલાર કંપની લાવી રહી છે આઈપીઓ, જાણો ક્યારથી કરી શકાશે રોકાણ
કંપની સોલાર મોડ્યુલ ઉત્પાદન સુવિધાને અપગ્રેડ કરવા અને વિસ્તરણ કરવા તેમજ તેની ક્ષમતા 450 મેગાવોટથી વધારીને 1.2 ગીગાવોટ કરવા માટે IPO માંથી 19.55 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો છે. 12.94 કરોડ રૂપિયાનો ઉપયોગ તેના સોલાર મોડ્યુલના એલ્યુમિનિયમ ફ્રેમ માટે નવું પ્રોડકશન યુનિટ સ્થાપવા માટે કરશે.

કેન્દ્ર સરકારનું ફોકસ સોલર અને રિન્યુએબલ એનર્જી પર છે. જેના કારણે સોલાર સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે. વધુ એક સોલાર કંપનીના તેનો IPO લાવવા જઈ રહી છે, જેમાં રોકાણ કરી તમે નફો કમાઈ શકો છો.

સૌર ઉર્જા સોલ્યુશન્સ પ્રોવાઈડર અલ્પેક્સ સોલર લિમિટેડે IPO લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ 75 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ શેર દીઠ 109-115 રૂપિયા રાખ્યો છે. કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદન મૂજબ IPO 8 થી 12 ફેબ્રુઆરી સુધી ખુલશે.

અલ્પેક્સ સોલાર તેની સોલાર મોડ્યુલ ઉત્પાદન સુવિધાને અપગ્રેડ કરવા અને વિસ્તરણ કરવા તેમજ તેની ક્ષમતા 450 મેગાવોટથી વધારીને 1.2 ગીગાવોટ કરવા માટે IPO માંથી 19.55 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો છે.

કંપની 12.94 કરોડ રૂપિયાનો ઉપયોગ તેના સોલાર મોડ્યુલના એલ્યુમિનિયમ ફ્રેમ માટે નવું પ્રોડકશન યુનિટ સ્થાપવા માટે કરશે. બાકી રહેતા 20.49 કરોડ રૂપિયાનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને બાકીના કોર્પોરેટ ખર્ચને પહોંચી વળવા માટે કરશે.

અલ્પેક્સ સોલર IPO ની લોટ સાઈઝ 1,200 ઈક્વિટી શેર છે. તેથી રિટેલ રોકાણકારો એ મિનિમમ 1,38,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અલ્પેક્સ સોલર IPO માં એન્કર રોકાણકારો માટે 18.45 લાખ ઈક્વિટી શેર અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 9.24 લાખ ઇક્વિટી શેર NIIs માટે, 12.31 લાખ શેર QIBs માટે અને 21.55 લાખ ઇક્વિટી શેર રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ફાળવવામાં આવ્યા છે.
