AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉચ્ચ અભ્યાસથી વંચિત યુવતીને મુખ્ય પ્રધાને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

પરિવારની આર્થિક નબળી સ્થિતિને કારણે અભ્યાસ છોડ્યાની વિગતો સામે આવતા જ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને યુવચી જ્યોતિના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને તેને ફરી અભ્યાસ સાથે જોડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ઉચ્ચ અભ્યાસથી વંચિત યુવતીને મુખ્ય પ્રધાને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2026 | 3:55 PM
Share

ગુજરાતના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનની નવસારી જિલ્લાના ખેરગામની મુલાકાત, એક યુવતીનુ સ્વપ્ન સાકાર કરવાનુ નિમિત્ત બન્યું છે. પિતાના અવસાનને કારણે નબળી આર્થિક સ્થિતિને કારણે એક યુવતી માત્ર 12 ધોરણ જ અભ્યાસ કરી શકી. જો કે તેને ફોરેસ્ટર બનવું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને કારણે તે ઉચ્ચ અભ્યાસ કરી શકી નહીં. જો કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ખેરગામની મુલાકાતે આ યુવતીના સ્વપ્નને નવી પાંખ મળી છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, દક્ષિણ ગુજરાતના નવસારીની મુલાકાતે હતા. તેઓ ખેરગામ તાલુકાના આછવણી ગામે યોજાયેલા ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ માટે આવેલી જ્યોતિ પટેલ નામની યુવતી સાથે મુખ્યમંત્રીએ ઔપચારિક વાતચીત કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે જ્યોતિએ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યા બાદ પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિ અને પિતાના અવસાનને કારણે આગળનું શિક્ષણ છોડવું પડ્યું હતું.

પરિવારની આર્થિક નબળી સ્થિતિને કારણે અભ્યાસ છોડ્યાની વિગતો સામે આવતા જ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને યુવચી જ્યોતિના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને તેને ફરી અભ્યાસ સાથે જોડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આ પગલાથી શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યેની ચિંતા સ્પષ્ટપણે સામે આવી છે. તેમણે માત્ર એક વિદ્યાર્થીનીની સમસ્યા સાંભળીને જ નહીં, પરંતુ તેના શિક્ષણનો માર્ગ ફરી શરૂ થાય તે માટે વહીવટી તંત્રને જવાબદારી પણ સોંપી છે. આ ઘટના એ દર્શાવે છે કે, રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપવાની સાથે આર્થિક અથવા પારિવારિક કારણોસર અભ્યાસથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ સતત પ્રયત્નશીલ છે.

Surat Breaking News : રાજ્યમાં નકલી ઘી, તેલ, મસાલા પછી હવે બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video

Follow Us
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
g clip-path="url(#clip0_868_265)">