AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 41 વર્ષની ઉંમરે સદી ફટકારી આ દિગ્ગજ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, 9 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ક્રિકેટમાં ઉંમર માત્ર એક આંકડો છે તે વાત ફાફ ડુ પ્લેસિસે ફરી સાબિત કરી છે. 41 વર્ષની ઉંમરે શાનદાર સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ ખેલાડીએ T20 ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની આ ઐતિહાસિક ઇનિંગે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.

| Updated on: Jun 19, 2026 | 6:53 PM
Share
ક્રિકેટના મેદાન પર ઘણા ખેલાડીઓ યુવાનીમાં જ પોતાની કારકિર્દીનો અંત લાવે છે, પરંતુ ફાફ ડુ પ્લેસિસે સાબિત કર્યું છે કે પ્રતિભા અને મહેનત હોય તો ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી. મેજર લીગ ક્રિકેટની શરૂઆતની મેચમાં ટેક્સાસ સુપર કિંગ્સના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સિએટલ ઓર્કાસ સામે એવી ઈનિંગ રમી કે તેનું નામ ક્રિકેટ ઈતિહાસમાં નોંધાઈ ગયું.

1 / 5
ડલ્લાસના ગ્રાન્ડ પ્રેઈરી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સિએટલ ઓર્કાસે પ્રથમ બેટિંગ કરીને ટેક્સાસ સુપર કિંગ્સ સામે 221 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ફાફ ડુ પ્લેસિસે ઓપનિંગ કરતા ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તેણે માત્ર 52 બોલમાં અણનમ 113 રનની તોફાની ઈનિંગ રમી હતી.

2 / 5
આ ઈનિંગમાં ડુ પ્લેસિસે 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી. તેની શાનદાર બેટિંગના કારણે ટેક્સાસ સુપર કિંગ્સે 18.3 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને 221 રનનો ટાર્ગેટ ચેઝ કરી ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.

3 / 5
ફાફ ડુ પ્લેસિસે આ સિદ્ધિ સાથે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન પોલ કોલિંગવુડનો નવ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. કોલિંગવુડે 2017 માં 41 વર્ષ અને 65 દિવસની ઉંમરે T20માં સદી ફટકારી હતી. હવે ડુ પ્લેસિસે 41 વર્ષ અને 340 દિવસની ઉંમરે સદી ફટકારીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.

4 / 5
આટલું જ નહીં, ડુ પ્લેસિસ 40 વર્ષની ઉંમર બાદ T20 ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બની ગયો છે. તેણે MLCમાં પણ 1000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી છે. તેની આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે કે ક્રિકેટમાં ઉંમર નહીં પરંતુ પ્રદર્શન મહત્વનું હોય છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ODI સિરીઝમાં કારમી હાર બાદ T20 શ્રેણીમાં બાંગ્લાદેશને હરાવી ઓસ્ટ્રેલિયાએ બચાવી પોતાની લાજ

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

g clip-path="url(#clip0_868_265)">