AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી? વિજ્ઞાન જાથાના વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

Breaking News : અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી? વિજ્ઞાન જાથાના વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

| Updated on: Jun 19, 2026 | 1:12 PM
Share

બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અલનીનો જેવી વૈશ્વિક આબોહવા ઘટનાઓના કારણે હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળ્યા છે.

ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલને લઈને વિવાદ વકર્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓ પર સવાલો ઉઠાવ્યા બાદ આગાહીકારો, કૃષિ યુનિવર્સિટી અને હવામાન વિભાગ સાથે જોડાયેલા નિષ્ણાતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ સમગ્ર મુદ્દે હવામાન અને કૃષિ ક્ષેત્રના જાણકારોએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપતા વિજ્ઞાન જાથાના નિવેદનોને વખોડી કાઢ્યા છે.

વિરોધ વચ્ચે હવામાન વિભાગ આવ્યું અંબાલાલના સપોર્ટમાં

આગાહીકારોનું કહેવું છે કે હવામાનની આગાહી કરવી એ ભારતની વર્ષો જૂની પરંપરા છે. ઋષિ-મુનીઓના સમયથી જ પ્રકૃતિના સંકેતો અને પરંપરાગત જ્ઞાનના આધારે આગાહીઓ કરવામાં આવતી હતી અને તેના અનેક ઉદાહરણો આજે પણ જોવા મળે છે. તેમના મતે અંબાલાલ પટેલ ભડલી વાક્ય જેવી પ્રાચીન પરંપરાના આધારે આગાહીઓ કરે છે અને તેમની ઘણી આગાહીઓ સમયાંતરે સાચી પણ પડી છે.

અંબાલાલ પટેલે શું કહ્યું?

વિજ્ઞાન જાથાના ચેરમેનના આક્ષેપો બાદ અંબાલાલ પટેલે પણ વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ આ આગાહી ગ્રહોની દ્રષ્ટીએ કરે છે. અને તેમની આ આગાહી ” ફક્ત ખેડૂતો સાથે લેવાદેવા છે, ખેડૂતોના હિત માટે કામ કરે છે” જો ખેડૂતો ના પાડશે, ત્યારથી આગાહી બંધ કરી દઈશ.

ભારતની વર્ષો જૂની પરંપરાથી અંબાલાલ કરે છે આગાહી

બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અલનીનો જેવી વૈશ્વિક આબોહવા ઘટનાઓના કારણે હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળ્યા છે. જેના કારણે ઘણી વખત વૈજ્ઞાનિક મોડલ્સ અને પરંપરાગત આગાહીઓ બંનેમાં તફાવત જોવા મળે છે. અલનીનોના પ્રભાવને કારણે કેટલીક આગાહીઓ ખોટી પડવી એ સંશોધનનો વિષય છે, તેને આધારે સમગ્ર પરંપરાને ખોટી ઠેરવી શકાય નહીં.

ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પર પ્રશ્નાર્થ !

આગાહીકારોએ વધુમાં કહ્યું કે અંબાલાલ પટેલ પર કરવામાં આવેલા પ્રહારો માત્ર વ્યક્તિગત ટીકા નથી, પરંતુ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પર પ્રશ્નાર્થ ઊભો કરવા સમાન છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો આવી ટિપ્પણીઓ ચાલુ રહેશે તો તેઓ જાહેરમાં આવીને તેનો જવાબ આપશે.

Breaking News: ચોમાસા પર આગાહી કરનાર ગુજરાતનાં બાબા વેંગા પર વિજ્ઞાન જાથાઓ બગડ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">