Breaking News: ચોમાસા પર આગાહી કરનાર ગુજરાતનાં બાબા વેંગા પર વિજ્ઞાન જાથાઓ બગડ્યા
રાજકોટમાં વિજ્ઞાન જાથાએ વરસાદ અને હવામાન અંગે આગાહી કરતા આગાહીકારો સામે સવાલો ઉઠાવ્યા છે. જૂનાગઢમાં થયેલા સંમેલનમાં કરાયેલી વાવણીલાયક વરસાદની આગાહીઓને બેબુનિયાદ ગણાવતા વિજ્ઞાન જાથાએ દાવો કર્યો છે કે આવી આગાહીઓ વૈજ્ઞાનિક આધાર વિના કરવામાં આવે છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ હવામાન અને વરસાદની આગાહીઓ વચ્ચે એક નવો વિવાદ ગરમાયો છે. રાજકોટની પ્રખ્યાત ‘વિજ્ઞાન જાથા’ સંસ્થાએ પરંપરાગત રીતે વરસાદની આગાહી કરતા ખાનગી આગાહીકારો સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. જૂનાગઢમાં યોજાયેલા એક સંમેલન દરમિયાન, વિજ્ઞાન જાથાના અગ્રણી પ્રતિનિધિ જયંત પંડ્યાએ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સહિતના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી વરસાદ સંબંધિત આગાહીઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેને સંપૂર્ણપણે બેબુનિયાદ ગણાવી છે.
જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર, કોઈપણ વૈજ્ઞાનિક સાધનો, આંકડાકીય વિશ્લેષણ કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વગર મનમાં આવે તેવી આગાહીઓ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકો ગેરમાર્ગે દોરાય છે. તેમણે દાવો કર્યો હતો કે વિજ્ઞાન જાથા પાસે વર્ષોથી એકત્રિત ડેટા છે, જે દર્શાવે છે કે અનેક આગાહીઓ વારંવાર ખોટી પડી છે.
વિજ્ઞાન જાથાએ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ સંસ્થાએ ચેતવણી આપી હતી કે વૈજ્ઞાનિક આધાર વગરની આગાહીઓ સામે ટૂંક સમયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ગુજરાતથી રાજસ્થાન જવું બનશે વધુ સરળ, સાબરમતી-બીકાનેર વચ્ચે નવી દૈનિક ટ્રેન શરૂ થશે
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
