AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાંદીમાં ગમે ત્યારે આવી શકે છે ‘મોટો ઉછાળો’, તેજીનો નવો રાઉન્ડ શરૂ થવાના એંધાણ

ચાંદીના બજારમાં અત્યારે જે હલચલ જોવા મળી રહી છે, તે કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ જેવી છે. બજારના નિષ્ણાતો ઈશારો કરી રહ્યા છે કે, ચાંદીની કિંમતો અચાનક એવી ઊંચાઈ પર જશે કે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

| Updated on: Apr 18, 2026 | 9:16 PM
Share
બજારમાં એક એવી વસ્તુ છે કે, જેની સતત માંગ બની રહી છે પરંતુ સપ્લાય દર વર્ષે ઓછી પડી રહી છે. આમાં ધીરે ધીરે ગોડાઉન ખાલી થવા લાગે છે, ટ્રેડર્સ બેચેન થવા લાગે છે અને પછી અચાનક કિંમતો વિસ્ફોટની જેમ ઉપર ભાગે છે. ચાંદીના બજારમાં આ સ્થિતિને 'સિલ્વર સ્ક્વીઝ' કહેવામાં આવે છે. ત્યાં જ, ફરીથી આ પ્રકારની સ્થિતિ બનતી જઈ રહી છે, આ કહેવું ફાઇનાન્શિયલ ટાઇમ્સના નવા રિપોર્ટનું છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના 16 એપ્રિલ 2026ના રિપોર્ટ મુજબ, ચાંદીનું ગ્લોબલ બજાર ફરી એ જ વળાંક પર ઊભેલું દેખાઈ રહ્યું છે, જ્યાં સપ્લાયની અછત અને ઘટતી ઇન્વેન્ટરી કિંમતોમાં તેજીનો નવો દોર શરૂ કરી શકે છે.

1 / 6
દુનિયાભરના મોટા રિસર્ચ હાઉસ કહી રહ્યા છે કે, ચાંદીની માંગ ઘણા વર્ષોથી સપ્લાય કરતા વધારે બનેલી છે. વર્ષ 2021થી અત્યાર સુધી બજારમાંથી 762 મિલિયન ઔંસ ચાંદીનો સ્ટોક ખતમ થઈ ચૂક્યો છે. ટૂંકમાં જેટલી ચાંદી ગોડાઉનોમાં હતી, તે ધીરે ધીરે નીકળતી જઈ રહી છે. વર્ષ 2026માં પણ બજારમાં અંદાજે 46.3 મિલિયન ઔંસની ડેફિસિટ (ખાધ) રહેવાનો અંદાજ છે. ફરક એટલા માટે પડે છે, કારણ કે જ્યારે કોઈ વસ્તુની ઉપલબ્ધતા ઓછી થતી જાય છે, ત્યારે બજારમાં ડર પેદા થાય છે. બસ આ ડરની સાથે ખરીદી શરૂ થાય છે અને “સિલ્વર સ્ક્વીઝ” બની જાય છે.

2 / 6
સિલ્વર સ્ક્વીઝ આખરે છે શું? સાદી ભાષામાં સમજીએ તો આ તે સ્થિતિ છે, જ્યારે બજારમાં ખરીદનારા વધી જાય છે પરંતુ વેચવા માટે ચાંદી ઓછી પડે છે. ત્યારબાદ કિંમતો ઝડપથી ઉપર ભાગે છે. આ દરમિયાન તે ટ્રેડર્સ જે પહેલા એવું વિચારીને બેઠા હતા કે, ચાંદી ઘટશે, તેમને નુકસાનથી બચવા માટે મજબૂરીમાં ખરીદવું પડે છે. આ જ ખરીદી તેજીને વધુ તેજ કરી દે છે. સરળ ભાષામાં સમજીએ તો, પહેલા અછતથી તેજી આવે છે પછી ગભરાટથી તે તેજી વધુ મોટી થઈ જાય છે. જણાવી દઈએ કે, આ માત્ર થિયરી નથી. વર્ષ 2025માં પણ ચાંદી બજારમાં આવો જ સ્ક્વીઝ થયો હતો. લંડન માર્કેટમાં સપ્લાય ઓછી થઈ, રોકાણકારોની ખરીદી વધી, ભારતીય માંગ મજબૂત રહી અને જોતજોતામાં ચાંદીની કિંમત 121.6 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ. હવે કિંમતો તે રેકોર્ડથી નીચે આવી ચૂકી છે પરંતુ બજારના જાણકારો કહી રહ્યા છે કે, ખતરો હજુ ટળ્યો નથી.

3 / 6
ચાંદીમાં ફરીથી નવો ઉછાળો આવવા પાછળ રિપોર્ટમાં ઘણા મુખ્ય ટ્રિગર બતાવવામાં આવ્યા છે. પહેલું કારણ એ છે કે, જો ETFમાં રોકાણ વધ્યું તો ફિઝિકલ ચાંદી લોક થઈ જશે. બીજું કે, જો ભારતમાં તહેવાર/લગ્નની સીઝનમાં માંગ વધી તો વૈશ્વિક સપ્લાય પર દબાણ વધશે. ત્રીજું કારણ એ કે, જો જીઓ-પોલિટિકલ તણાવ વધ્યો તો રોકાણકારો સેફ-હેવન તરીકે ચાંદી ખરીદશે. ચોથું અને છેલ્લું ટ્રિગર એ છે કે, જો ચાંદીનો સ્ટોક વધુ ઘટ્યો તો બજારમાં ગભરાટ ફેલાઈ શકે છે. ઘણી મોટી સંસ્થાઓ અને નિષ્ણાતો માની રહ્યા છે કે, ચાંદીમાં આગળ વધુ તેજીની ગુંજાઇશ છે, જેમાં કેટલાક એક્સપર્ટ અંદાજો 80 ડોલર પ્રતિ ઔંસથી ઉપરની બાજુ જોઈ રહ્યા છે.

4 / 6
જો કે, દરેક તેજી સુરક્ષિત હોતી નથી. સિલ્વર સ્ક્વીઝ ખૂબ ઝડપથી ઉપર લઈ જાય છે પરંતુ તેટલી જ ઝડપથી નીચે પણ લાવી શકે છે. એવામાં જ્યારે કિંમતો ચરમસીમા પર પહોંચે છે, ત્યારે પ્રોફિટ બુકિંગ શરૂ થાય છે અને ઘટાડો પણ અત્યંત ઝડપી હોઈ શકે છે. વર્તમાનમાં ચાંદીનું બજાર એક એવા વળાંક પર ઊભું છે કે, જ્યાં સપ્લાય ઓછી છે, સ્ટોક ઘટી રહ્યો છે અને રોકાણકારોની નજર ફરી આ ધાતુ પર ટકવા લાગી છે. જો આવનારા મહિનાઓમાં માંગ વધે છે, તો ચાંદીમાં એક વધુ મોટો ઉછાળો જોવા મળી શકે છે.

5 / 6
ભલે ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ કંઈક નરમ થઈ રહી હોય પરંતુ રોકાણકારોની ખરીદી મોટું ટ્રિગર બની શકે છે. કોઇન અને બાર ડિમાન્ડમાં 18% ઉછાળાનો અંદાજ છે. સરળ રીતે સમજીએ તો,  રોકાણકારો ફરી ચાંદી તરફ વળી રહ્યા છે. કિંમતોમાં અચાનક વિસ્ફોટ ત્યારે થાય છે, જ્યારે બજારમાં ચાંદી ઓછી પડે છે, કિંમતો ચઢવાની શરૂ થાય છે, શોર્ટ સેલર્સ ગભરાઈને ખરીદી કરે છે અને મીડિયા કવરેજ તથા FOMOથી વધુ ખરીદદારો આવે છે. ઇતિહાસમાં આવું પહેલા પણ થઈ ચૂક્યું છે, જેમ કે વર્ષ 2025માં લંડન માર્કેટમાં સિલ્વર સ્ક્વીઝ દરમિયાન ચાંદીની કિંમત 121.6 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી. વર્તમાનમાં ઘણા બ્રોકરેજ અને એક્સપર્ટ્સ 2026માં ચાંદી પર બુલિશ છે તેમજ લાંબાગાળામાં વધુ ઊંચા સ્તરોની આશા રાખી રહ્યા છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

રોકાણકારો માટે કમાણીની તક… 5 વર્ષમાં 1100% થી વધુ રિટર્ન આપનાર આ સ્ટોકમાં હજુ 14% વધારાની શક્યતા

Follow Us
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી

"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો

ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી

નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો

સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video

ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ

મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત

ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી

તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે

g clip-path="url(#clip0_868_265)">