Gold Silver Rate: સોનાનો ભાવ ફરી ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો, ચાંદીની ચાલ સ્થિર છે કે ખોરવાઈ?
સોનાનો ભાવ ફરી ઓલ ટાઇમ હાઈ પર પહોંચતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે ચાંદીની ચાલ હજુ પણ સમજની બહાર છે.

શુક્રવારે 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 2,100 રૂપિયા વધીને 1,03,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો. બીજીબાજુ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, શુક્રવારે દિલ્હીના બુલિયન બજારમાં સોનાનો ભાવ 2,100 રૂપિયા વધીને 1,03,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો. ગુરુવારે, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,01,570 રૂપિયા હતો.

આ પહેલા, 8 ઓગસ્ટના રોજ 99.9 અને 99.5 ટકા સોનું અનુક્રમે 1,03,420 રૂપિયા અને 1,03,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યું હતું. સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 800 રૂપિયાનો વધારો થયો હતો. આ પહેલા 7 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 3,600 રૂપિયાનો વધારો નોંધાયો હતો. અઠવાડિયા દરમિયાન, સોનાના ભાવમાં 3,300 રૂપિયા અથવા 3.29 ટકાનો વધારો થયો છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, નબળા રૂપિયા અને વિદેશી બજારોમાં સકારાત્મક વલણને કારણે સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. તેમણે કહ્યું કે, ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આનાથી દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસ (GDP) પર 50 ટકા યુએસ ડ્યુટીની અસર અંગે ચિંતા વધી છે.

આ સિવાય ચાંદીનો ભાવ તેના ઓલ ટાઇમ હાઈ પરથી 1,000 રૂપિયા ઘટીને 1,19,000 રૂપિયા પ્રતિ કિલો થયો. ગુરુવારે, ચાંદીનો ભાવ 1,20,000 રૂપિયા પ્રતિ કિલો હતો.

વિદેશી બજારોમાં ન્યૂ યોર્કમાં સ્પોટ ગોલ્ડ $3,407.39 પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યું. સ્પોટ સિલ્વર 0.52 ટકા ઘટીને $38.84 પ્રતિ ઔંસ પર પહોંચ્યું.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
