Gold Silver Rate : ચાંદીના ભાવમાં એકાએક મોટો ઘટાડો જોવા મળ્યો પણ સોનું ફરી થયું મોંઘું, જાણો આજનો ભાવ
17 નવેમ્બર, સોમવારે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. બીજી તરફ ચાંદીના ભાવ એકદમથી જ ઘટી ગયા. વધુમાં વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ લગભગ સ્થિર જોવા મળ્યું હતું.

17 નવેમ્બર, સોમવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો અને ભાવ 10 ગ્રામ દીઠ 1,29,700 રૂપિયા થયા. બજાર નિષ્ણાતોના મતે, વૈશ્વિક ભાવમાં થોડો વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સ્થાનિક બજારમાં ભાવમાં વધારો થયો છે. આ દરમિયાન, 99.5% શુદ્ધતા ધરાવતું સોનું પણ 300 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 1,29,100 રૂપિયા થયું.

બીજીબાજુ સોમવારે ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં 10 ગ્રામ દીઠ 1,63,800 રૂપિયા થયા. છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે.

દિવાળી દરમિયાન, ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો, જે ₹1,80,000 સુધી પહોંચ્યો. જો કે, સોમવારે ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાથી રોકાણકારો આશ્ચર્યચકિત થયા. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ લગભગ સ્થિર રહ્યું, જે પ્રતિ ઔંસ $4,077.35 પર ટ્રેડ થઈ રહ્યું હતું. સ્પોટ સિલ્વર 0.66 ટકા વધીને $50.89 પ્રતિ ઔંસ થયું.

મીરે એસેટ શેરખાનના કોમોડિટી હેડ પ્રવીણ સિંહના જણાવ્યા અનુસાર, ડોલરની મજબૂતાઈએ ઉછાળાને જોર આપ્યું છે. જો કે, તાઇવાન મુદ્દા પર ચીન અને જાપાન વચ્ચે વધતા તણાવને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી.

ઓગમોન્ટના રિસર્ચ હેડ રેનિશા ચૈનાનીએ જણાવ્યું કે, ગયા અઠવાડિયે સોનું 2.5 ટકા અને ચાંદી 5.5 ટકા ઘટ્યું. આ યુએસ ફેડરલ રિઝર્વના મજબૂત વ્યાજ દર ઘટાડાના સંકેતોને કારણે થયું, જેના કારણે બજારમાં નોંધપાત્ર વેચાણ થયું. તેમણે વધુમાં સમજાવ્યું કે, યુએસ ફેડ હવે ડિસેમ્બરમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાનો સંકેત આપી રહ્યું નથી, જે સોના અને ચાંદીના ભાવ પર સીધી અસર કરી રહ્યું છે.
આ પણ વાંચો: Breaking News : ઇન્કમ ટેક્સમાં સૌથી મોટો સુધારો ! હવે કાયદો બદલાશે, ટેક્સપેયર્સને મળશે મોટી રાહત
