History of city name : ગોવાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગોવા ભારતનું સૌથી નાનું રાજ્ય છે વિસ્તારના હિસાબે, જ્યારે વસ્તી પ્રમાણે તે ચોથા ક્રમે આવે છે. દેશના પશ્ચિમ કિનારે આવેલું આ રાજ્ય “કોંકણ વિસ્તાર”માં સ્થિત છે. તેની ઉત્તર દિશામાં મહારાષ્ટ્ર, પૂર્વ અને દક્ષિણ બાજુએ કર્ણાટક છે, જ્યારે પશ્ચિમ તરફ તેનું તટ અરબી સમુદ્ર સાથે જોડાયેલું છે.

સંસ્કૃતમાં ગોવાને “ગોમંતક” કહેવાયું છે, જેનો અર્થ થાય છે, ગાયોની સમૃદ્ધિ ધરાવતી ભૂમિ.“ગોવાપુરી” નામ પણ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે અહીં પરશુરામે સમુદ્રને પાછળ હટાવીને જમીન ઊભી કરી હતી, એટલે આ ભૂમિને પવિત્ર માનવામાં આવે છે.બાદમાં પ્રાકૃત ભાષામાં “ગોમંતક”માંથી “ગોવા” શબ્દ વિકસ્યો. પોર્ટુગીઝ શાસન દરમ્યાન આ પ્રદેશને “Goa” તરીકે ઓળખાવવામાં આવ્યો, જે પછી સત્તાવાર નામ બની ગયું. ( Credits: Getty Images )

ઉસ્ગાલિમલની ખડક કોતરણી પ્રાચીન પાષાણયુગના અંતિમ અથવા મધ્ય પાષાણયુગની યાદ અપાવે છે, જે ભારતમાં માનવ વસાહતના શરૂઆતના પુરાવાઓ પૈકીના એક છે. લોહ યુગમાં આ વિસ્તારમાં મૌર્ય અને સાતવાહન સામ્રાજ્યોએ શાસન કર્યું હતું. ત્યારબાદ મધ્યયુગમાં ગોવા પર કદંબ, વિજયનગર સામ્રાજ્ય, બહમાની સલ્તનત અને અંતે બીજાપુર સલ્તનતનો પ્રભાવ રહ્યો. ( Credits: Getty Images )

બીજી સદીથી લઈને 1312 સુધી ગોવા પર કદંબ વંશનું પ્રભુત્વ હતું, ત્યારબાદ 1312 થી 1367 દરમ્યાન દખ્ખન રાજવંશે અહીં રાજ કર્યું. ત્યારપછી આ પ્રદેશ વિજયનગર સામ્રાજ્યના કબજામાં ગયો. આગળ ચાલીને બહમાની સલ્તનતે તેને પોતાના નિયંત્રણમાં લીધો અને આશરે 1440માં ટાપુ વિસ્તારમાં ‘જૂના ગોવા’ની સ્થાપના કરી. (Credits: - Wikipedia)

ઈ.સ. 1510માં પોર્ટુગીઝોએ ગોવા પર કબજો મેળવી બીજાપુર સલ્તનતને પરાજિત કરી. તેમની સત્તા અહીં લગભગ 450 વર્ષ સુધી ટકી રહી. આ લાંબા શાસનકાળ દરમિયાન ગોવાની જીવનશૈલી, રસોઈ પરંપરા અને ઈમારતોની શૈલી પર પોર્ટુગીઝ સંસ્કૃતિનો ભારે પ્રભાવ પાડ્યો. ( Credits: Getty Images )

ઈ.સ. 1510માં પોર્ટુગીઝોએ ગોવા પર કબજો મેળવી બીજાપુર સલ્તનતને પરાજિત કરી. તેમની સત્તા અહીં લગભગ 450 વર્ષ સુધી ટકી રહી. આ લાંબા શાસનકાળ દરમિયાન ગોવાની જીવનશૈલી, રસોઈ પરંપરા અને ઈમારતોની શૈલી પર પોર્ટુગીઝ સંસ્કૃતિનો ભારે પ્રભાવ પાડ્યો.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Canva)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
