Gir Somnath : ગુજરાતમાં છે તમિલ સંસ્કૃતિને જીવંત રાખતું દ્રવિડ શૈલીમાં બનેલું 126 વર્ષ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

Gir Somnath : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "એક ભારત અને શ્રેષ્ઠ ભારત"ના સંકલ્પને સાકાર કરતા "સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ" માં આવનાર સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓને આવકારવા તૈયારી ચાલી રહી છે. ત્યારે ગીરસોમનાથમાં તમિલ શૈલીથી બનેલા એક મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 6:50 PM
સોમનાથ મંદિર પરિસર શરૂ થતાં પહેલાં જ આવેલા દ્રવિડ શૈલીમાં બનેલ 126 વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ અને તિરૂપતિ બાલાજી મંદિરની અનુભૂતિ કરાવતા શ્રી બાલાજી મંદિર આવેલું છે.

1 / 7
હમીરજી ગોહિલના પ્રતિમા પાસે દક્ષિણ સ્થાપત્ય શૈલીમાં બનેલું મૂળ તમિલનાડુના રામાનુજ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ મંદિર નજરે પડે છે. જેની સ્થાપના 1897માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ જાતભાત, સ્ત્રી-પુરુષના ભેદભાવોને નાબૂદ કરી, સૌના પ્રભુના સિદ્ધાંતને લોકોમાં પ્રસ્થાપિત કરવાનો હતો.

2 / 7
દ્રવિડ શૈલીમાં મંદિરના નિર્માણ અંગેની વાત કરતા  મધુસુદનાચાર્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, તમિલ સંસ્કૃતિ અને મૂળ તમિલ સંપ્રદાયની અનુભૂતિ લોકો ગુજરાતની ધરા ઉપર કરી શકે  છે. તત્કાલીન ગાદીપતિ શ્યામ સુંદર સ્વામી દ્વારા 1997માં મંદિરની શતાબ્દી બાદ દ્રવિડિયન શૈલીના મંદિરના નવ નિર્માણનો સંકલ્પ કરાયો હતો.

3 / 7
તામિલનાડુના આ મૂળ સંપ્રદાય સાથે આજે સોમનાથ અને તેની આસપાસના અનેક લોકો જોડાયેલા છે. આજે પણ તમિલનાડુના મુખ્ય સંપ્રદાયો માંહેના આ એક સંપ્રદાયની મુખ્ય ગાદી તમિલનાડુના તોતાદ્રીમઠ કે જે કન્યાકુમારીથી ૫૦ કિલોમીટર દૂર વનમામલે નાગુલેરી ખાતે આવેલી છે.

4 / 7
લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર દ્રવિડિયન શૈલીની પંચરત્ન આગમ સ્થાપત્ય શૈલીનું છે, જ્યારે બાલાજી મંદિર તિરૂપતિ બાલાજીની પ્રતિકૃતિ સમાન વૈખાનસ પદ્ધતિનું સ્થાપત્ય છે. બંને મંદિરોની પૂજા દક્ષિણ ભારતની શાસ્ત્રોક્ત વિધિ અને પધ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

5 / 7
ચૈત્ર સુદ છઠ્ઠ થી દશમ સુધી મંદિર દ્વારા ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંત સર્વ જન વિષ્ણુમયને પરિપૂર્ણ કરતા ઉત્સવ મૂર્તિ નગર ચર્ચા કરે છે અને દરેક ભક્ત કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના ભગવાનને પોતાના ઘરે પધરામણી કરાવી શકે છે.

6 / 7
મંદિરની એક ખાસિયત છે કે, માતા લક્ષ્મી પ્રભુની જમણી બાજુ આવેલા છે જે પણ માતાના આગમન થકી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો વિચાર દર્શાવે છે તેમ મધુસુદનાચાર્ય સ્વામીજીએ કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ મંદિરના ખાસ રાજગોપૂરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમનું બાંધકામ સંપૂર્ણ દક્ષિણ શૈલીનું છે. (વીથ ઇનપુટ ક્રેડીટ-યોગેશ જોષી)

7 / 7
Follow Us:
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

g clip-path="url(#clip0_868_265)">