હવે એક જ વારમાં તમારી ‘પર્સનલ લોન’ એપ્રુવ થશે અને ક્રેડિટ સ્કોરમાં પણ સુધારો આવશે, બસ આટલી ટિપ્સ જરૂરથી ફોલો કરો
જો તમારી પર્સનલ લોન વારંવાર રિજેક્ટ થઈ રહી છે અથવા તો તમને હાઈ વ્યાજ દર પર લોન મળે છે, તો તેનું કારણ તમારો ઓછો ક્રેડિટ સ્કોર હોઈ શકે છે. જો કે, સારા સમાચાર એ છે કે કેટલાક નાના અને સ્માર્ટ સ્ટેપ્સથી તમે તમારા સ્કોરને સુધારી શકો છો અને સરળતાથી લોન મેળવી શકો છો.

જો તમે વારંવાર પર્સનલ લોન માટે અરજી કરી રહ્યા છો અને દર વખતે તમારી અરજી રિજેક્ટ થઈ રહી હોય અથવા તમને ખૂબ ઊંચા વ્યાજ દરે લોન મળી રહી છે, તો તેનું સૌથી મોટું કારણ તમારો ઓછો ક્રેડિટ સ્કોર હોઈ શકે છે.

જો કે, હવે કેટલાક સરળ અને નિયમિત પગલાં અપનાવીને તમે ક્રેડિટ સ્કોર સુધારી શકો છો તેમજ સારી લોન ડીલ પણ મેળવી શકો છો. જણાવી દઈએ કે, ક્રેડિટ સ્કોર ત્રણ-અંકનો નંબર છે, જે નક્કી કરે છે કે તમે કેટલા વિશ્વસનીય બોરોઅર છો. બેંકો અને NBFCs આ સ્કોરના આધારે નક્કી કરે છે કે તમને લોન આપવી કે નહીં, કયા વ્યાજ દરે આપવી અને ક્રેડિટ સ્કોર શું છે?

ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચેનો હોય છે. 700 થી ઉપરનો સ્કોર સારો માનવામાં આવે છે. સ્કોર જેટલો ઊંચો હશે, તેટલી વધુ બેંકો ઓછા વ્યાજ દરે લોન આપવા તૈયાર થશે.

ઉદાહરણ તરીકે, જો બે લોકોએ એક જ બેંકમાં 2 લાખ રૂપિયાની પર્સનલ લોન માટે અરજી કરી છે. હવે એક વ્યક્તિનો સ્કોર 780 અને બીજાનો 640 છે, તો એવામાં પ્રથમ વ્યક્તિને ફક્ત ઝડપથી એપ્રુવલ તો મળશે જ પણ તેની સાથે-સાથે ઓછા વ્યાજ દરે લોન પણ લઈ શકશે. હવે ચાલો જાણીએ કે, તમારા ક્રેડિટ સ્કોરને સુધારવા માટે તમે કઈ પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકો છો.

સૌથી પહેલા તો સમયસર બિલ અને EMI ચૂકવો. જો તમે સમયસર EMI કે ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવતા નથી, તો તે તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર કરે છે. દરેક મિસ્ડ કે લેટ પેમેન્ટ નેગેટિવ હિસ્ટ્રી બનાવે છે. EMI માટે ઓટો-ડેબિટ વિકલ્પ સેટ કરો અથવા તમારા ફોન પર રિમાઇન્ડર સેટ કરો.

જો સંપૂર્ણ રકમ ન ભરી શકો તો ઓછામાં ઓછી ‘મિનિમમ ડ્યુ’ રકમ જરૂરથી ભરો. નિયમિત અને સમયસર પેમેન્ટ કરવાથી સામાન્ય રીતે 3 થી 6 મહિનામાં ક્રેડિટ સ્કોરમાં સુધારો જોવા મળે છે.

ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ પણ તમારા સ્કોરને અસર કરે છે. તમારા કાર્ડની 30 ટકાથી વધુની લિમિટનો ઉપયોગ ન કરો. સરળ રીતે કહીએ તો, જો મર્યાદા 1 લાખ રૂપિયા છે, તો 30,000 રૂપિયાથી ઓછાનો ઉપયોગ કરો. "મેક્સ આઉટ" કાર્ડસ તમારા સ્કોરને ઘટાડી શકે છે પછી ભલે તમે તેને સમયસર ચૂકવતા હોય.

જો કોઈ વસ્તુનો ઉપયોગ 30% થી ઓછો થાય છે, તો તેની અસર સામાન્ય રીતે સકારાત્મક અથવા ન્યુટ્રલ હોય છે. બીજીબાજુ જો ઉપયોગ 30% થી 50% ની વચ્ચે હોય છે, ત્યારે તેની અસર નકારાત્મક જોવા મળે છે. હવે જો ઉપયોગ 50% થી વધુ થઈ જાય, તો સ્કોર ઘટવાની શક્યતા વધી જાય છે.

ઘણી વખત ખોટી એન્ટ્રીઓ, જૂની બંધ થયેલ લોન અથવા કોઈ બીજાના ખાતાની વિગતો તમારા રિપોર્ટમાં દેખાય છે, જે તમારા સ્કોરને બગાડે છે. વર્ષમાં એકવાર CIBIL, Experian, Equifax અને CRIF Highmark તરફથી ફ્રી રિપોર્ટ મેળવો. કોઈ અજાણ લોન કે લેટ પેમેન્ટ બાકી છે કે નહીં તે તપાસો. જો કોઈ ભૂલ હોય તો તેની ઓનલાઈન જાણ કરો. જે ભૂલ હશે તે લગભગ 30 દિવસની અંદર સુધરી જાય છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
