Solar Panel : આ સોલાર યોજનામાં મળશે 300 યુનિટ મફત અને 40 ટકા સબસિડી, ઘરે બેઠા કરો અરજી
ભારત સરકાર લોકો માટે સસ્તી અને સ્થાયી ઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી સુર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના ખાસ કરીને તે પરિવારો માટે છે જે પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી વીજળીનું ઉત્પાદન કરવા માંગે છે.

ભારત સરકાર લોકો માટે સસ્તી અને સ્થાયી ઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી સુર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના ખાસ કરીને તે પરિવારો માટે છે જે પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી વીજળીનું ઉત્પાદન કરવા માંગે છે.

આ યોજનામાં દર મહિને ઘરોને 300 યુનિટ સુધી મફત વીજળી મળી શકે છે. આથી માત્ર વીજળીનો ખર્ચ જ નથી બચતો પરંતુ વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકાય છે. સૂર્ય ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળી પર્યાવરણ માટે અનુકૂળ છે અને કોલસા અથવા અન્ય પ્રદૂષણ ફેલાવતા ઈંધણ પરની નિર્ભરતા ઘટાડી શકે છે.

સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2025 સુધીમાં દેશના એક કરોડથી વધુ પરિવારો આ યોજનાથી જોડાય અને પોતાની વીજળી પોતે ઉત્પન્ન કરવાનું શરૂ કરે. ઑનલાઇન અરજી અને સીધી સબસિડી બેંક ખાતામાં જમા થવાને કારણે આ યોજના વધુ સરળ અને પારદર્શક બની છે.

પ્રધાનમંત્રી સુર્ય ઘર યોજનામાં ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર 40 ટકા સુધીની સબસિડી આપે છે. પરિવાર પોતાની જરૂરિયાત મુજબ 1 કિલોવોટથી 3 કિલોવોટ સુધીની ક્ષમતા ધરાવતા પેનલ લગાવી શકે છે.

આ પેનલથી ઉત્પન્ન થતી વીજળી પહેલા ઘરમાં વપરાય છે. જો ઉત્પાદન ખપત કરતાં વધુ હોય તો વધારાની વીજળી સ્થાનિક વીજ કંપનીના ગ્રિડમાં મોકલવામાં આવે છે અને તેના બદલામાં પરિવારોને ચુકવણી પણ મળે છે.

આ યોજનાથી ઘરના વીજળીના બિલમાં મોટો ઘટાડો થાય છે. દર મહિને 300 યુનિટ મફત વીજળી મળવાથી વર્ષમાં અંદાજે 15 થી 18 હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે. સાથે સાથે આ યોજના સ્વચ્છ ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપે છે.
ટેક્નોલોજી એટલે વ્યવહારિક હેતુઓ માટે આપણે જે સાયન્સ નોલેજનો ઉપયોગો કરીએ તે એટલે ટેક્નોલોજી. આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
